સંત રામપાલને દેશદ્રોહના કેસમાં મળી જામીન: 11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે? હાઈકોર્ટે આપી મોટી રાહત

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વિવાદાસ્પદ સંત રામપાલને દેશદ્રોહના એક કેસમાં જામીન મંજૂર કર્યા છે. લગભગ 11 વર્ષ બાદ મળેલી આ રાહતને પગલે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંત રામપાલ હાલ હરિયાણાની હિસાર જેલમાં બંધ છે.

ક્યારે થઈ હતી ધરપકડ?

પ્રાપ્ત માહિતી અનુસાર. વર્ષ 2014માં સંત રામપાલની ધરપકડ કરવામાં આવી હતી.તે સમયે હરિયાણાના બરવાલા સ્થિત સતલોક આશ્રમમાં વહીવટીતંત્ર અને સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.આ હિંસામાં 6 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.આ ઘટના બાદ સંત રામપાલ વિરુદ્ધ દેશદ્રોહ સહિત અનેક ગંભીર કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.

શું હવે જેલમાંથી બહાર આવશે?

હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવા છતાં. સંત રામપાલની મુક્તિ અન્ય કેસોની કાનૂની સ્થિતિ પર નિર્ભર રહેશે. તેમની સામે અલગ-અલગ અદાલતોમાં હજુ પણ અનેક કેસો પેન્ડિંગ છે. જો અન્ય કેસોમાં પણ તેમને રાહત મળે. તો જ તેઓ જેલની બહાર આવી શકશે. જામીન આપતી વખતે કોર્ટે કેટલીક આકરી શરતોનું પાલન કરવું પણ અનિવાર્ય રાખ્યું છે.

કોણ છે રામપાલ?

રામપાલ સતલોક આશ્રમના સ્થાપક અને આધ્યાત્મિક પ્રવચનકાર છે. તેમનો જન્મ 1951માં હરિયાણામાં થયો હતો. ધાર્મિક નેતા બનતા પહેલા તેઓ સિંચાઈ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ભગવદ ગીતા અને કબીર સાગરના આધારે આધ્યાત્મિક શિક્ષણ આપવાનો દાવો કરે છે. તેમના અનુયાયીઓ ભારતભરમાં ફેલાયેલા છે. જેઓ તેમને પોતાના ગુરુ માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE