જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા: ગાંદરબલમાં એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગાંદરબલ જિલ્લાના ગીચ અરહામા જંગલોમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સેનાના જવાનોની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી હતી.

શ્રીનગરમાં સેનાની ચિનાર કોર્પ્સે જણાવ્યું કે, બુધવારે સવારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગીચ અરહામા જંગલમાં ચાલી રહેલી અથડામણ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. મંગળવારે સાંજે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો હતો.

શરૂઆતી સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ સાથે સામસામે ફાયરિંગ થયું હતું.જેના પરિણામે અથડામણ શરૂ થઈ હતી. અંધારું થવાને કારણે ઓપરેશન રાતભર માટે રોકી દેવામાં આવ્યું હતું અને વહેલી સવાર થતાની સાથે જ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. X (ટ્વિટર) પર એક પોસ્ટમાં ચિનાર કોર્પ્સે આ ઘટનાની વિગતો આપી છે. તેમાં લખ્યું છે કે 31 માર્ચ 2026ની રાત્રે, વચ્ચે-વચ્ચે થઈ રહેલા ફાયરિંગની વચ્ચે વ્યૂહાત્મક રીતે ઘેરાબંદી મજબૂત કરવામાં આવી હતી.આપણા સૈનિકોએ આયોજનબદ્ધ રીતે આકરો જવાબ આપતા એક આતંકવાદી માર્યો ગયો છે. હાલમાં આ ઓપરેશન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE