શેરબજારમાં ફરી છવાઈ રોનક: સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,300ને પાર; જાણો રિકવરીના 3 મોટા કારણો

ગુરુવારના ‘બ્લેક થર્સડે’ બાદ, જેમાં બજાર 3% થી વધુ તૂટ્યું હતું, આજે એટલે કે 20 માર્ચના રોજ દલાલ સ્ટ્રીટ પર જબરદસ્ત રિકવરી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ 900 થી વધુ પોઈન્ટની છલાંગ લગાવીને 75,000 ના સ્તરની નજીક પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 250 પોઈન્ટની તેજી સાથે 23,300 ને પાર કરી ગઈ હતી.

બજારમાં આવેલી આ ‘મહા-રિકવરી’ પાછળના 3 મુખ્ય કારણો:

  1. કાચા તેલના ભાવમાં ઘટાડો: વૈશ્વિક બજાર માટે સૌથી મોટી રાહત બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ના ભાવમાં ઘટાડો રહી છે. અગાઉના સત્રમાં 119 ડોલર સુધી પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ આજે નરમ પડીને 107 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના નિવેદને બજારને સંજીવની આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે ઈઝરાયેલ હવે ઈરાની તેલ અને ગેસના ઠેકાણાઓ પર હુમલો નહીં કરે અને યુદ્ધ અપેક્ષા કરતા વહેલું સમાપ્ત થઈ શકે છે.

  2. નીચલા સ્તરે ‘વેલ્યુ બાઈંગ’: ગઈકાલના ઐતિહાસિક ઘટાડા બાદ (જૂન 2024 પછીનો સૌથી ખરાબ ઘટાડો), માર્કેટના અનેક દિગ્ગજ શેર ખૂબ જ આકર્ષક કિંમતે ઉપલબ્ધ હતા. રોકાણકારોએ આ તકનો લાભ ઉઠાવ્યો અને જોરદાર વેલ્યુ બાઈંગ’ કરી. ટેકનિકલ રીતે પણ નિફ્ટી માટે 23,000 નું સ્તર એક મજબૂત સપોર્ટ હતું, જ્યાંથી બજારે ‘યુ-ટર્ન’ લીધો છે.

  3. મજબૂત વૈશ્વિક સંકેતો: અમેરિકન બજારોએ ગુરુવારે નીચલા સ્તરેથી શાનદાર રિકવરી દર્શાવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના એ નિવેદને પણ વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો કે ત્યાં કોઈ સૈન્ય તૈનાતી (Ground Troop Deployment) કરવામાં આવશે નહીં. વૈશ્વિક અનિશ્ચિતતા ઘટવાનો સીધો ફાયદો ભારતીય શેરબજારને મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE