અમેરિકાનો ઈરાન પર ‘ઈનામી’ પ્રહાર: નવા સુપ્રીમ લીડર મૌજતબા ખામેનેઈ પર 80 કરોડનું ઈનામ, યુદ્ધના મેદાનમાં ખળભળાટ!

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે હવે નવું અને ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકી વિદેશ વિભાગે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મૌજતબા ખામેનેઈ સહિત ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના 10 ટોચના નેતાઓ વિરુદ્ધ 10 મિલિયન ડોલર (આશરે 83 કરોડ રૂપિયાથી વધુ) ના ઈનામની જાહેરાત કરી છે. અમેરિકાનું આ પગલું તેહરાનની સત્તાના પાયા હચમચાવી દે તેવું માનવામાં આવી રહ્યું છે.

‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’: ખામેનેઈના વારસદાર હવે અમેરિકાના ટાર્ગેટ પર

અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ લેવાયેલો આ નિર્ણય સીધો મૌજતબા ખામેનેઈને નિશાન બનાવે છે. જેઓ તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન (અથવા હુમલામાં ઈજા) બાદ સત્તા સંભાળી રહ્યા હોવાના અહેવાલ છે.

  • બાતમીદારને લોટરી: જે કોઈ આ નેતાઓની પ્રવૃત્તિઓ, છૂપા ઠેકાણા કે આતંકી ષડયંત્રો વિશે વિશ્વસનીય માહિતી આપશે, તેને માત્ર કરોડોનું ઈનામ જ નહીં પણ અમેરિકામાં પુનઃવસન (Relocation) ની સુવિધા પણ આપવામાં આવશે.

  • ભયંકર આક્ષેપ: વ્હાઈટ હાઉસના મતે, આ 10 નેતાઓ જ IRGC ના એવા એકમોનું સંચાલન કરે છે જે વિશ્વભરમાં અમેરિકી નાગરિકો અને હિતો પર હુમલાનું આયોજન કરે છે.

હિટ લિસ્ટમાં સામેલ ‘તેહરાનના 10 શક્તિશાળી ચહેરા’:

અમેરિકાએ જે યાદી જાહેર કરી છે તેમાં ઈરાનની સૈન્ય અને રાજકીય પાંખના સૌથી પ્રભાવશાળી લોકો છે:

  1. મૌજતબા ખામેનેઈ: ઈરાનના નવા સુપ્રીમ લીડર અને સૌથી મોટો ટાર્ગેટ.

  2. અલી અસગર હેઝાજી: સુપ્રીમ લીડર ઓફિસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ.

  3. યહ્યા રહીમ સફવી: મેજર જનરલ અને ટોચના સૈન્ય સલાહકાર.

  4. એસ્કાંદર મોમેની: ઈરાનના ગૃહ મંત્રી.

  5. ઈસ્માઈલ ખાતિબ: ગુપ્તચર અને સુરક્ષા મંત્રી.

  6. અલી લારીજાની: સુરક્ષા પરિષદના સચિવ અને ખામેનેઈના વિશ્વાસુ.

કેમ IRGC અમેરિકા માટે કાંટો બની છે?

અમેરિકાએ IRGC ને વર્ષો પહેલા જ ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે મૌજતબા ખામેનેઈ હુમલામાં ઘાયલ થયા છે અને અત્યારે અંડરગ્રાઉન્ડ છે. આ સંજોગોમાં ઈનામની જાહેરાત કરીને અમેરિકા ઈરાની નેતૃત્વમાં આંતરિક ફૂટ પાડવાનો અને ‘મેક્સિમમ પ્રેશર’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE