ઉનાળાની આકરી ગરમી અને લૂ થી બચવા માટે આ 5 વસ્તુઓ હંમેશા સાથે રાખો

ઉનાળાના દિવસોમાં સૂર્યનો પારો સતત વધી રહ્યો છે..ત્યારે બહાર નીકળવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે…ખાસ કરીને બપોરના સમયે ચાલતી ગરમ હવાઓ (લૂ) ને કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ખતરો વધી જાય છે..જો તમારે કામ અર્થે બહાર નીકળવું જ પડે તેમ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વસ્તુઓ અચૂક સાથે રાખો:

1. કોટનનો રૂમાલ, ગમછો કે સ્ટોલ

જ્યારે પણ બહાર નીકળો ત્યારે કોટન (સુતરાઉ) કાપડનો મોટો રૂમાલ કે ગમછો સાથે રાખો. તેનાથી તમારું માથું, મોઢું અને ગરદન ઢાંકી શકાય છે.સુતરાઉ કાપડ પરસેવો શોષે છે અને સીધા તડકાથી ત્વચાને બચાવે છે.

2. સનગ્લાસ (ચશ્મા)

તડકાની સીધી અસર આંખો પર પણ પડે છે. સૂર્યના હાનિકારક UV કિરણો અને ગરમ હવા આંખોમાં બળતરા કે ડ્રાયનેસ પેદા કરી શકે છે. તેથી, સારી ગુણવત્તાના સનગ્લાસ પહેરવા જોઈએ જેથી આંખોને ઠંડક મળે.

3 મીઠું-ખાંડનું દ્રાવણ અથવા ORS

ગરમીમાં પરસેવા દ્વારા શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ જાય છે..પાણીની બોટલની સાથે ORS અથવા ઘરે બનાવેલું મીઠું-ખાંડનું પાણી સાથે રાખો.આ પીણું થોડા-થોડા સમયે પીતા રહેવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને બેભાન થવાનો કે નબળાઈ આવવાનો ભય રહેશે નહીં.

4 કાચી ડુંગળી

આ એક પરંપરાગત અને અસરકારક નુસખો છે. કાચી ડુંગળી શરીરમાં ગરમીનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. બહાર નીકળતી વખતે એક નાની ડુંગળી છોલીને સાથે રાખવાથી લૂ લાગવાનું જોખમ ઘટી જાય છે.

5. છત્રી અથવા ટોપી

સીધો તડકો માથા પર ન લાગે તે ખૂબ જરૂરી છે. જો માથું ગરમ થઈ જાય તો હીટ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. તેથી પોતાની સુવિધા મુજબ છત્રી અથવા ટોપીનો ઉપયોગ ચોક્કસ કરો.

વધારાની ટિપ્સ: રસદાર ફળો અને સત્તુ

બહાર જતી વખતે ટિફિનમાં તરબૂચ, કાકડી કે સંતરા જેવા રસદાર ફળો રાખો. આ સિવાય સત્તુ કે છાશ પીવાથી પણ શરીર અંદરથી ઠંડુ રહે છે અને તાકાત મળે છે.

નોંધ: બને ત્યાં સુધી બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ.

Leave a Comment

READ MORE

READ MORE