ઉનાળા દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશની સીધી અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ખાસ કરીને હાથોને સૂર્યપ્રકાશથી બચાવવા લગભગ અશક્ય હોય છે. કારણ કે શરીરના અન્ય ભાગોની જેમ હાથ હંમેશા ઢાંકી શકાતા નથી…પરિણામે હાથ પર કાળાશ (Tanning) જામી જાય છે અને ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે..જો સમયસર આ ટેનિંગ દૂર કરવામાં ન આવે તો સ્કીન ડેમેજ થવાનું જોખમ પણ રહે છે.
અહીં કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો છે જે તમને હાથની ટેનિંગ દૂર કરવામાં મદદ કરશે:
હાથની ટેનિંગ દૂર કરવાના 5 રામબાણ ઉપાયો
દહીં અને હળદરનું મિશ્રણ
દહીં ત્વચાને ઠંડક આપે છે અને હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે.
કેવી રીતે વાપરવું: એક વાટકી દહીંમાં એક ચમચી હળદર ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને હાથ પર 15-20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે અને કાળાશ દૂર કરવામાં મદદ કરશે.
લીંબુનો રસ
લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણો હોય છે જે ટેનિંગ ઘટાડવામાં ખૂબ અસરકારક છે.
કેવી રીતે વાપરવું: જો ત્વચા પર કોઈ ઘા કે બળતરા ન હોય, તો લીંબુના રસમાં હાથને આશરે 20 મિનિટ સુધી ડુબાડી રાખો અથવા લીંબુની સ્લાઈસ ઘસો. તેના એસિડિક ગુણો કાળાશને જલદી સાફ કરે છે.
પપૈયાનો સ્ક્રબ
પપૈયું સ્કીન એક્સ્ફોલિયેશન (ત્વચા સાફ કરવા) માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કેવી રીતે વાપરવું: પપૈયાના પલ્પને બીજ સાથે મસળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી હાથ પર હળવા હાથે મસાજ અથવા સ્ક્રબ કરો. તમે તેને હાથ પર માસ્ક તરીકે પણ લગાવી શકો છો.
કાકડીનો રસ
કાકડી ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને રંગ સુધારવામાં મદદ કરે છે.
કેવી રીતે વાપરવું: કાકડીના રસમાં લીંબુના રસના થોડા ટીપાં ભેળવીને હાથ પર લગાવો. અડધો કલાક રહેવા દીધા બાદ ધોઈ લો. જ્યાં સુધી ટેનિંગ સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી એક દિવસ છોડીને આ પ્રયોગ કરી શકાય છે.
5. કોફી સ્ક્રબ
કોફી ત્વચાની મૃત કોષો (Dead Cells) દૂર કરવામાં અને ચમક લાવવામાં અકસીર છે.
કેવી રીતે વાપરવું: એક વાટકી કોફી પાવડરમાં એક ચમચી મધ અને બે ચમચી દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણથી હાથ પર સ્ક્રબ કરો. થોડા જ દિવસોમાં તમને હાથની રંગત સાફ થતી જણાશે.
Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રયોગ કરતા પહેલા ત્વચાના નાના ભાગ પર ટેસ્ટ (Patch Test) જરૂર કરો. જો તમને સ્કીન એલર્જી હોય તો નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Post Views: 79











