ક્રિકેટના ‘રાજકુમાર’ અર્જુન તેંડુલકરના લગ્ન: સાનિયા ચંડોક સાથે સાત ફેરા લીધા, મુંબઈમાં જામી દિગ્ગજોની મહેફિલ

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ઘરે આજે શરણાઈઓ વાગી છે.સચિનના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકરે 5 માર્ચના રોજ મુંબઈમાં પોતાની લોન્ગ ટાઈમ ફેમિલી ફ્રેન્ડ સાનિયા ચંડોક સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવી ઈનિંગની શરૂઆત કરી છે.

દિગ્ગજ હસ્તીઓની હાજરી

આ શાહી લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડની હસ્તીઓ ઉમટી પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર નવદંપતીને આશીર્વાદ આપતા જોઈ શકાય છે.રાહુલ દ્રવિડ પણ પોતાની પત્ની સાથે ખાસ હાજર રહ્યા હતા..સાથે જ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને તેની પત્નીએ પણ હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.કોમેન્ટેટર આકાશ ચોપરાએ અર્જુન સાથેની તસવીર શેર કરતા લખ્યું, અર્જુન તેંડુલકરને ખુશીઓથી ભરેલા જીવનની શુભેચ્છાઓ. સચિન અને આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.”

કોણ છે સાનિયા ચંડોક?

અર્જુન અને સાનિયા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો અને કૌટુંબિક છે. સચિન તેંડુલકર સાનિયાના દાદા રવિ ઘઈને દાયકાઓથી ઓળખે છે.અર્જુન તેંડુલકર આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે.જયારે સાનિયા ચંડોક પણ એક સફળ આંત્રપ્રિન્યોર (ઉદ્યોગસાહસિક) છે.. અને જાણીતી ‘પેટ સ્પા’ ચેઈન ચલાવે છે.

Leave a Comment

READ MORE

READ MORE