સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં યુવકના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી.પર્વત પાટિયા વિસ્તારનો રહેવાસી વિનેશ પટેલ પોતાની કથિત પ્રેમિકા સાથે હોટલમાં રોકાયો હતો.. જ્યાં અચાનક તેની તબિયત લથડતા તેણે દમ તોડી દીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મૂળ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો 28 વર્ષીય વિનેશ વિક્રમભાઈ પટેલ ડિંડોલીના જી-9 કોમ્પ્લેક્સમાં આવેલી ‘વેલેન્ટાઇન હોટલમાં તેની પ્રેમિકા સાથે ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે અચાનક વિનેશની તબિયત બગડી હતી.તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું અને જોતજોતામાં તે રૂમમાં જ ઢળી પડ્યો હતો.
પ્રેમિકાની બૂમાબૂમ અને ભાઈની દોડધામ
વિનેશની હાલત જોઈ ગભરાઈ ગયેલી પ્રેમિકાએ મદદ માટે બૂમાબૂમ કરી હતી..અને તુરંત વિનેશના ભાઈ સમીરને ફોન કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પરિવારજનો હોટલ પર દોડી આવ્યા હતા.જોકે, પેરામેડિકલ સ્ટાફે તપાસ બાદ વિનેશને મૃત જાહેર કર્યો હતો.
ત્રણ વર્ષના સંબંધો અને લગ્નનો વિવાદ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે:
-
વિનેશ અને યુવતી છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા.
-
બંને લગ્ન કરવા ઈચ્છતા હતા..પરંતુ પરિવારના કેટલાક સભ્યો આ સંબંધની વિરુદ્ધમાં હોવાનું જાણવા મળ્યું છે.
-
પ્રાથમિક તબક્કે યુવકને ‘ખેંચ‘ આવવાને કારણે મોત થયું હોવાની આશંકા છે.. પરંતુ મોઢામાંથી ફીણ નીકળવાનું કારણ હજુ રહસ્ય છે.
પોલીસ તપાસ તેજ
ડિંડોલી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે:
-
પોસ્ટમોર્ટમ: મૃતદેહને ન્યૂ સિવિલ હોસ્પિટલ ખસેડાયો, રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
-
નિવેદન: પોલીસ પ્રેમિકા, ભાઈ સમીર અને હોટલ સ્ટાફના નિવેદનો નોંધ્યા છે.
-
CCTV ફૂટેજ: હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ કરવામાં આવી રહી છે કે યુવકની તબિયત બગડી તે પહેલા રૂમમાં શું થયું હતું.
Post Views: 0











