ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ-વે પર આજે (3 માર્ચ) વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાદાબાદ કોટવાલી વિસ્તારના ગઢી હરિયા ગામ પાસે વહેલી સવારે લગભગ 4:00 વાગ્યે એક ખાનગી ડબલ ડેકર બસે ઈકો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ઈકોમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, ખાનગી ડબલ ડેકર બસ દિલ્હીથી ગોરખપુર તરફ જઈ રહી હતી. તે સમયે ઈકો કારમાં સવાર લોકો દિલ્હીથી રાજસ્થાનના રાજાખેડા તરફ જઈ રહ્યા હતા. ગઢી હરિયા ગામ પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા ઈકોને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો..અને અંદર સવાર લોકોની ચીસારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
તંત્ર દ્વારા બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘાયલોને ખંદૌલી વિસ્તારની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા..જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી આપ્યા છે.અકસ્માતને કારણે એક્સપ્રેસ-વે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
મૃતકોની યાદી:
-
વિજય સુખરામ બઘેલ (ઉં.વ. 30) – આગ્રા
-
પિંકી વિજય (ઉં.વ. 38) – આગ્રા
-
નાથુ દેવી (ઉં.વ. 65) – આગ્રા
-
દિનેશ હુકમ સિંહ (ઉં.વ. 55) – ધોલપુર, રાજસ્થાન
-
સુનિતા દિનેશ (ઉં.વ. 51) – ધોલપુર, રાજસ્થાન
-
લોકેશ ભૂરી સિંહ (ઉં.વ. 35) – ધોલપુર, રાજસ્થાન
ઘાયલોની યાદી (સારવાર હેઠળ):
આ અકસ્માતમાં કુલ 10 લોકો ઘાયલ થયા છે..જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોમાં મનોજ (29), રાણી (28), વીરેન્દ્ર (37), પૂનમ (15), આર્યન (10), અંશુ (7), પ્રાચી (3), આયુષ (2), આયુષ વીરેન્દ્ર (13) અને જયદીપ (4) નો સમાવેશ થાય છે.
Post Views: 0











