પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી..પીએમ મોદીએ આ હિંસક પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી ‘શાંતિ’ અને ‘નાગરિકોની સુરક્ષા’ પર ભાર મૂક્યો હતો.
שוחחתי בטלפון עם ראש הממשלה בנימין נתניהו כדי לדון במצב האזורי הנוכחי. הבעתי את דאגתה של הודו לנוכח ההתפתחויות האחרונות, והדגשתי כי ביטחון האזרחים נמצא בעדיפות עליונה. הודו שבה ומדגישה את הצורך בהפסקת פעולות האיבה בהקדם.@netanyahu
— Narendra Modi (@narendramodi) March 1, 2026
શું કહ્યું વડાપ્રધાને ?
” મેં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરીને વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. મેં તાજેતરના વિકાસ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી, અને ભાર મૂક્યો કે નાગરિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. ભારત દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરે છે.”
વડાપ્રધાન મોદીએ નેતન્યાહુ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે હવે સંઘર્ષ વિરામનો સમય પાકી ગયો છે:પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોની સુરક્ષા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.તેમણે નેતન્યાહુને ઈરાન સામેનું યુદ્ધ જલ્દી સમાપ્ત કરવા અને મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી છે. પીએમએ ભારપૂર્વક કહ્યું કે, “ઘણી તબાહી થઈ ચૂકી છે, હવે આ હિંસા અટકવી જોઈએ.”ભારત હંમેશા પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાનો પક્ષધર રહ્યો છે અને વર્તમાન તણાવ ઓછો કરવાના પ્રયાસોનું સમર્થન કરે છે.
માત્ર ઈઝરાયેલ જ નહીં, પીએમ મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. ઈરાન દ્વારા UAE પર કરવામાં આવેલા હુમલાની પીએમ મોદીએ સખત શબ્દોમાં નિંદા કરી અને જાનમાલના નુકસાન બદલ સંવેદના વ્યક્ત કરીUAE માં વસતા ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ પીએમએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.. જેના પર રાષ્ટ્રપતિએ સુરક્ષાનું પૂરું આશ્વાસન આપ્યું હતું.28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત મિસાઈલ હુમલા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ સ્ફોટક બની છે.’ઓપરેશન રોરિંગ લાયન’ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ અંતર્ગત ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યોના મોતના સમાચાર બાદ પાકિસ્તાન અને ખાડી દેશોમાં ભારે અજંપાભરી સ્થિતિ છે.
Post Views: 0











