મહાયુદ્ધના ભણકારા: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈનું નિધન,ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે.ઈરાની મીડિયાએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા  આયાતુલ્લા અલી ખામેનેઈ શહીદ થયા.આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોક અને એક સપ્તાહની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.

દફતર અને નિવાસસ્થાન પર મિસાઈલ મારો

હુમલો: શનિવારે વહેલી સવારે ઈઝરાયેલી સેનાએ ખામેનેઈના નિવાસસ્થાન અને કાર્યાલયને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા હતા.આ હુમલામાં માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ તેમના જમાઈ, પુત્રવધૂ અને પૌત્રીના પણ મોત થયા હોવાના અહેવાલ છે.ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ભારે હૈયે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “અમે અમારા સર્વોચ્ચ નેતાને ગુમાવ્યા છે. જલ્લાદોએ આ પાપ કર્યું છે, જેનો બદલો લેવામાં આવશે.”

ઈરાનની જવાબી કાર્યવાહીની ચીમકી

ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. IRGC એ ચેતવણી આપી છે કે, આ અપરાધ ક્યારેય માફ કરવામાં આવશે નહીં અને ઈરાન હવે ઈતિહાસનો સૌથી મોટો વળતો હુમલો કરશે.દુશ્મન દેશો (અમેરિકા અને ઈઝરાયેલ) પર હવે સીધો પ્રહાર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE