ગુજરાતમાં વધતા જતા માર્ગ અકસ્માતોની સંખ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય પોલીસ વિભાગે તારીખ 25 ફેબ્રુઆરીથી એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યુ છે.રાજ્યના પોલીસ મહાનિરીક્ષકના આદેશથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના તમામ શહેરો અને જિલ્લાઓમાં 25 ફેબ્રુઆરી 2026થી 10 માર્ચ 2026 સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે.
આ નિર્ણય શા માટે લેવાયો?
પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે.મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઈઓના ઉલ્લંઘનને કારણે થતા આ અકસ્માતોને ડામવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે 15 દિવસની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
8 જેટલી બાબતો પર પોલીસની ખાસ નજર રહેશે..
હેલ્મેટ : ટુ-વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટનો ઉપયોગ ન કરવો.
નંબર પ્લેટ : નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ અટકાવવો.
LED લાઈટ : વાહનોમાં ગેરકાયદેસર સફેદ LED લાઈટો લગાડવી.
કાળા કાચ : મર્યાદા કરતા વધુ કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે કાર્યવાહી.
ડ્રંક એન્ડ ડ્રાઈવ : નશો કરીને વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી.
રોંગ સાઈડ ડ્રાઈવિંગ : ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ખોટી દિશામાં વાહન ચલાવવું.
પેસેન્જર કેપેસિટી : મુસાફરોની હેરફેર માટે પરમિટ કરતા વધુ પેસેન્જરો ભરવા.
ગેરકાયદે પાર્કિંગ : ધોરીમાર્ગો કે જાહેર રસ્તાઓ પર અનધિકૃત વાહન પાર્ક કરવા.
વાહન ડ્રાઇવ કરતી વખતે શું ધ્યાન રાખશો?
હંમેશા નિયત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવો.
ગતિ જેટલી વધારે હશે, અકસ્માત વખતે વાહન પરનો કાબૂ એટલો જ ઓછો હશે…
“મોડા પહોંચવું એ ન પહોંચવા કરતા ઘણું સારું છે.”
વારંવાર લેન બદલવાનું ટાળો..
ઓવરટેક કરતી વખતે હંમેશા ઇન્ડિકેટર આપો અને સામેથી આવતા વાહનનું અંતર ચોક્કસ માપો…
વળાંક પર ક્યારેય ઓવરટેક ન કરો..
ડ્રાઈવિંગ વખતે ધ્યાન ભંગ ન કરો..
ડ્રાઈવિંગ વખતે ફોન વાપરવો એ મોતના તેડા સમાન છે. જો કોલ અગત્યનો હોય તો વાહન સાઈડમાં ઉભું રાખીને વાત કરો.
ઈયરફોન લગાવીને મ્યુઝિક સાંભળવાનું ટાળો, જેથી આસપાસના વાહનોના હોર્ન સંભળાય..
નિયમિતપણે બ્રેક, ટાયરનું પ્રેસર અને લાઈટ્સ ચેક કરાવતા રહો..
ખરાબ ટાયર અથવા નબળી બ્રેક કટોકટીના સમયે દગો આપી શકે છે…
આગળના વાહન અને તમારા વાહન વચ્ચે પૂરતું અંતર રાખો (2-Second Rule).
જો આગળનું વાહન અચાનક બ્રેક મારે, તો તમને સંભાળવાની તક મળે.
Post Views: 0











