સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ મહિલા સાથે હોટેલમાં જોવા મળ્યા હોવાનો વિવાદ સામે આવ્યો..સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કોટેશ્વર ગુરુકુળના સ્વામી શહેરની જ એક જાણીતી હોટલમાંમહિલા સાથે જોવા મળ્યા હોવાનો દાવો કરાયો છે.આ વિવાદ સામે આવતા મંદિર ટ્રસ્ટે સ્વામીને કાઢી મૂકયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે…મંદિર પક્ષ દ્વારા સ્વામીએ જાતે જ મંદિર છોડ્યું હોવાનો દાવો કરાયો છે. જો કે સમગ્ર મામલો પણ મંદિર દ્વારા દબાવવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર મચી છે…આ સ્વામીનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્વામી પેન્ટ અને ટીશર્ટ પહેરીને જતો દેખાતું હોવાનું જોવા મળી રહ્યું છે.
જો કે મંદિર પ્રશાસનનું કહેવું છે કે, આ અંગેની જાણ થતા સ્વામીને કાઢી મુકવામાં આવ્યો છે.સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે.
અહેવાલ મુજબ, સ્વામી રામકૃષ્ણ દાસ કોટેશ્વર ગુરુકુળના મુખ્ય હોદ્દા પર બિરાજમાન હતો.એક મહિલા સાથે હોટેલમાં જોવા મળતા વિવાદ ઉભો થયો.આ મામલે પુરાવા સામે આવતા જ ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.. ઘટનાની ગંભીરતાને જોતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે…
Post Views: 0











