ભારતે ત્રીજા અને નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતીય મહિલા ટીમે આ જીત સાથે ઇતિહાસ રચ્યો.આ પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર T20 શ્રેણી જીતી છે. શનિવારે એડિલેડમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે સ્મૃતિ મંધાના (82) અને જેમીમા રોડ્રિગ્સ (59) ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા..ઓસ્ટ્રેલિયા નિર્ધારિત ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શક્યું..આ મેચમાં ભારત તરફથી શ્રી ચારણી અને શ્રેયંકા પાટીલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.. જ્યારે અરુંધતી રેડ્ડીએ બે વિકેટ લીધી હતી..રેણુકા સિંહે એક વિકેટ લીધી.
આ મેચમાં ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ઇનિંગની શરૂઆત કરી. જોકે, શેફાલી વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શકી નહીં અને કિમ ગાર્થે તેને આઉટ કરી દીધી. શેફાલી સાત રન બનાવીને આઉટ થઈ ગઈ.ત્યારબાદ મંધાના અને જેમીમા રોડ્રિગ્સે બાજી સંભાળી અને શાનદાર ભાગીદારી બનાવી, ભારતીય ઇનિંગ્સને સ્થિર બનાવી. મંધાનાએ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી. જેમીમાએ પણ અડધી સદી ફટકારી.
મંધાના અને જેમીમા ઉપરાંત, અન્ય ભારતીય મહિલા ટીમના બેટ્સમેન ફ્લોપ રહ્યા અને મોટી ઇનિંગ્સ ફટકારવામાં નિષ્ફળ રહ્યા. ભારત તરફથી મંધાનાએ 55 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સહિત 82 રન બનાવ્યા. જેમીમા 46 બોલમાં ચાર ચોગ્ગા સહિત 59 રન બનાવીને આઉટ થઈ. રિચા ઘોષે સાત બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સહિત 18 રન બનાવ્યા, જ્યારે અમનજોત કૌરે એક રન બનાવ્યો, અને દીપ્તિ શર્માએ એક રન બનાવ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવીને અણનમ રહી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે બે વિકેટ લીધી..જ્યારે કિમ ગાર્થ અને મોલિનેક્સે એક-એક વિકેટ લીધી હતી..
Post Views: 0











