રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વખતે ફરી પોલિસી રેટ, રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત રહેશે.આ નિર્ણયના પરિણામે લોન વ્યાજ દર પણ યથાવત રહેશે.
RBI ગવર્નરે તેની ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે,MPC એ તટસ્થ વલણ જાળવવાનો નિર્ણય લીધો છે.સંજય મલ્હોત્રાએ કહ્યું કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે મુખ્ય નીતિ દર, રેપો રેટ, 5.25 ટકા પર જાળવી રાખ્યો છે.
2025-26 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ વધારીને 7.4 ટકા કરવામાં આવ્યો
મલ્હોત્રાએ કહ્યું કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 2025-26 માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ વધારીને 7.4 ટકા કર્યો છે.અગાઉ, કેન્દ્રીય બેંકે 7.3 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો હતો.RBI ગવર્નરે જણાવ્યું કે,ઘરેલુ ફુગાવા અને વૃદ્ધિના સકારાત્મક અંદાજને કારણે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવો 2.1 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.
ફેબ્રુઆરી 2025 થી રેપો રેટમાં કુલ 125 ટકાનો ઘટાડો
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025 થી, RBI એ નીતિગત વ્યાજ દર, રેપો રેટમાં કુલ 125 ટકાનો ઘટાડો કર્યો છે.જેનાથી રેપો રેટ 5.25 ટકા થયો છે.
યાદ કરો કે ડિસેમ્બર સમીક્ષામાં નાણાકીય નીતિ સમિતિએ આર્થિક વિકાસને વેગ આપવા માટે રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો..જે 5.5 ટકાથી 5.25 ટકા થયો હતો.RBI ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિએ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ઓગસ્ટ અને ઓક્ટોબરમાં તેની સમીક્ષાઓમાં રેપો રેટમાં ફેરફાર કર્યો ન હતો.
આ પહેલા, RBI એ ફેબ્રુઆરી અને જૂન વચ્ચે રેપો રેટમાં 100 બેસિસ પોઇન્ટનો તીવ્ર ઘટાડો કર્યો હતો.જે 6.5 ટકાથી 5.5 ટકા થયો હતો.અને અર્થતંત્ર પર તેની અસર હજુ પણ અનુભવાઈ રહી છે.નીચા પોલિસી રેટ અને બેંકો પાસે વધુ પ્રવાહિતા બેંક લોન પરના વ્યાજ દર ઘટાડે છે.જેનાથી ગ્રાહકો અને વ્યવસાયો બંને માટે ઉધાર લેવાનું સરળ બને છે. જેના પરિણામે અર્થતંત્રમાં વપરાશ અને રોકાણ વધે છે.જેનાથી વધુ વૃદ્ધિ થાય છે.જોકે, દર ઘટાડાની અસર વાણિજ્યિક બેંકો ઉધાર લેનારાઓને કેટલી ઝડપથી અને અસરકારક રીતે લાભો પહોંચાડે છે તેના પર આધાર રાખે છે.
Post Views: 152











