સાણંદના વીકએન્ડ હોમમાં હાઈ-પ્રોફાઇલ દારૂ-હુક્કા પાર્ટી પર પોલીસનો સપાટો: ડૉક્ટરો અને બિલ્ડરો સહિત 81 ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે..સાણંદના નિર્વાણ ગ્રીન્સ વીકએન્ડ હોમમાં ચાલી રહેલી એક ભવ્ય થીમ પાર્ટી પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ડૉક્ટરો સહિત કુલ 81 નબીરાઓને ઝડપી પાડ્યા હતા.

મુંબઈના અમિત પચેરીવાલાએ પોતાના સાળા આદર્શ અગ્રવાલની 25મી લગ્ન જયંતી નિમિત્તે આ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. 4 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ જ્યારે પાર્ટી પૂરા જોશમાં હતી..ત્યારે પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો.ઘટનાસ્થળે 11 જેટલા ટેબલ પર મોંઘીદાટ કેક સાથે વિદેશી દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી..43 પુરુષો અને 38 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી..સાથો સાથ અંદાજે ₹2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..જેમાં 20થી વધુ લક્ઝરી કારનો સમાવેશ થાય છે..ઝડપાયેલા તમામ લોકો 35 થી 40 વર્ષની વયના છે અને સમાજના ઉચ્ચ વર્ગ સાથે સંકળાયેલા છે.તમામ મહેમાનોને તબીબી પરીક્ષણ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સાણંદ પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી ફાર્મહાઉસ અને વીકએન્ડ હોમમાં નશાના કારોબાર સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવશે.હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓની સંડોવણી હોવા છતાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.. જે અન્ય લોકો માટે પણ એક બોધપાઠ સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE