ગર્જના યથાવત: દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત; સાત વિકેટે ગુજરાતને હરાવી ફાઇનલમાં મારી એન્ટ્રી.

એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL) ફાઇનલમાં પ્રવેશ કર્યો.બેથ મૂનીની અણનમ અડધી સદીને કારણે ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકેટે 168 રન બનાવ્યા.જયારે દિલ્હીએ 15.4 ઓવરમાં ત્રણ વિકેટે 169 રન બનાવીને સાત વિકેટથી જીત મેળવી હતી..આ સતત ચોથી વખત છે જ્યારે દિલ્હી ટાઇટલ મેચમાં પહોંચ્યું છે. હવે તેઓ 5 ફેબ્રુઆરીએ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે.દિલ્હી જેણે ક્યારેય WPL ટાઇટલ જીત્યું નથી.તેને તેમની પ્રથમ ટ્રોફી જીતવાની તક મળશે.

શેફાલી વર્મા અને લિઝેલ લીએ દિલ્હી કેપિટલ્સને મજબૂત શરૂઆત આપી.બંને બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરીને પ્રથમ વિકેટ માટે 89 રન ઉમેર્યા.લિઝેલ આઉટ થતાં જ્યોર્જિયા વેરહેમે આ ભાગીદારી તોડી..લિઝેલ 24 બોલમાં 43 રન બનાવીને આઉટ થઈ ગઈ.. જેમાં તેણે આઠ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા.ત્યારબાદ તરત જ જ્યોર્જિયાએ શેફાલીને બોલ્ડ કરી.જેણે 21 બોલમાં 31 રન બનાવીને સાત ચોગ્ગા ફટકાર્યા.

ગુજરાતની ખરાબ શરૂઆત

ગુજરાત માટે બેથ મૂની અને સોફી ડિવાઈને ઇનિંગ્સની શરૂઆત કરી હતી..પરંતુ ગુજરાતને સોફી ડિવાઈનના રૂપમાં પહેલો ફટકો પડ્યો.ડિવાઈન નવ બોલમાં છ રન બનાવીને આઉટ થઈ..જેમાં એક ચોગ્ગો ફટકાર્યો.ત્યારબાદ નંદિની શર્માએ સતત બે બોલમાં બે વાર સ્ટ્રાઈક કરીને અનુષ્કાને આઉટ કરી.અનુષ્કા સારી બેટિંગ કરી રહી હતી..પરંતુ ચિનેલીએ શાનદાર કેચ પકડ્યો..અનુષ્કા 13 બોલમાં 16 રન બનાવીને બે ચોગ્ગા ફટકારી. એશ્લે ગાર્ડનર બીજા જ બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ..કનિકા આઉટ થનારી ચોથી બેટ્સમેન હતી.જેણે નવ બોલમાં છ રન બનાવ્યા હતા..

Leave a Comment

READ MORE

READ MORE