પૂર્વીય એજિયન ટાપુ ચિઓસ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.ગ્રીક કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ અને સ્થળાંતર કરનારાઓની સ્પીડબોટ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ઓછામાં ઓછા 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. 24 લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા..કોસ્ટ ગાર્ડના બે અધિકારીઓ પણ આ અથડામણમાં ઘાયલ થયા.અનેક લોકો ગુમ હોવાની આશંકા છે. ઘટનાસ્થળે 4 પેટ્રોલિંગ જહાજો, હેલિકોપ્ટર અને ખાનગી ડાઇવર્સની ટીમ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે.
સ્થાનિક મીડિયાના દ્રશ્યોમાં બચાવવામાં આવેલા લોકોમાં નાનાં બાળકો પણ સામેલ હોવાનું દેખાય છે. જોકે, સ્પીડબોટમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા અને મૃતકો કયા દેશના વતની હતા..તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી..આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ અત્યારે ચાલુ છે.
Post Views: 0











