ટેલીકોમ કંપનીઓને સુપ્રીમનો આંચકો: વોડાફોનએ 70 હજાર કરોડ ચૂકવવા પડશે

લાંબા સમયથી ભારતની ટેલીકોમ કંપનીઓ અને કેન્દ્ર સરકાર એડજેસ્ટ ગ્રોથ રેવન્યુ (એજીઆર) મુદ્દે ચાલતા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ અંગેની ગણતરી ફરી કરવા માટેની વોડાફોન-આઇડીયા અને એરટેલની માંગણી ફગાવી દેતા બંને ટેલીકોમ કંપનીઓને આંચકો લાગ્યો છે.

ખાસ કરીને વોડાફોન-આઇડીયા પર હવે નાણાકીય વર્ષ 2024માં રૂા. 703ર0 કરોડનો બોજો વધશે જેના કારણે તેના શેરમાં આજે કડાકો થયો હતો. એજીઆરે ટેલીકોમ કંપનીઓ અને સરકાર વચ્ચે જે આવક વહેંચણીનો મુદો છે તે સંદર્ભમાં બંને ટેલીકોમ કંપનીએ તેની ગણતરી મુદ્દે સરકારના આંકડાને પડકાર્યા હતા.

2019માં સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો હતો પરંતુ બંને કંપનીઓએ તેની ગણતરી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા હતા. એજીઆરમાં કંપનીઓએ સરકાર સાથે 2031 સુધી આ રકમ ચૂકવવાની છે.

અગાઉ ટેલીકોમ કંપનીઓએ રૂા.1.47 લાખ કરોડ જાન્યુઆરી 2020 સુધીમાં ચુકવવાના હતા જેમાં 75 ટકા રકમ તો વ્યાજ અને પેનલ્ટીની છે. બંને કંપનીઓએ તેની ગણતરી અંગે ઉઠાવેલા મુદાને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE