અમેરિકા મુલાકાત દરમ્યાન મોદી પ્રમુખ બાઇડનના વતન ડેલવેર જશે : ટ્રમ્પ સાથે મુલાકાત પર મૌન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તા.21 થી ત્રણ દિવસની અમેરિકા મુલાકાત દરમ્યાન તેઓ કવાડ નેતૃત્વઓની શીખર બેઠકમાં શનિવારે હાજરી આપશે. મોદી વિલમીંગટોનમાં યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે. અમેરિકી પ્રમુખ જો બાઇડનએ પોતાના વતન ડેલવેર સ્ટેટમાં આ બેઠક યોજી છે.

આમ વર્ષના અંતે બાઇડન નિવૃત થઇ રહ્યા છે તે સમયે કવાડના નેતાઓને તેમના વતનમાં મહેમાનગતિ માણવા આમંત્રણ આપ્યું છે. મોદી તા. 21ના અમેરિકા પહોંચશે, કવાડની આ બેઠકને સમીટ ઓફ ફયુચર તરીકે ગણાવાય છે અને તેમાં કવાડ રાષ્ટ્ર વચ્ચે વધુ સારા લશ્કરી સહયોગ અંગે ચર્ચા થશે. તા.22ના રોજ વડાપ્રધાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધશે ઉપરાંત અમેરિકા સ્થિત કંપનીઓના સીઇઓને પણ મળશે.

જેમાં એઆઇ કવાટમ કોમ્પ્યુટર, સેમીકંડકટર અને બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. મોદી તા. ર3ના સંયુકત રાષ્ટ્ર સંઘમાં સંબોધન કરશે અને તેમાં વધુ સારા ભવિષ્ય માટે બહુવિધ ઉકેલ તેના પર બોલશે.

મહત્વનું એ છે કે, વડાપ્રધાનની મુલાકાત પૂર્વે હાલમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલ રીપબ્લીકન પક્ષ તરફથી ફરી ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેઓ મોદીને મળશે તેવું જણાવ્યું હતું પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમમાં તેનો કોઇ ઉલ્લેખ નથી અને તેથી મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે કે કેમ તે પ્રશ્ર્ન છે. અગાઉ 2019માં ટ્રમ્પ જયારે રાષ્ટ્રપતિ હતા.

ત્યારે હાઉડી મોદી કાર્યક્રમ ટેકસાસમાં યોજાયો હતો અને તેમાં ટ્રમ્પ અને મોદી બંને હાજર હતા અને મોદીએ ફીર એક બાર ટ્રમ્પ સરકાર તેવું કહીને અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં મુળ ભારતીય મતદાર પર પ્રભાવ પાડવાની કોશીશ કરી હતી જોેકે ટ્રમ્પ પરાજીત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE