બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.

પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.

હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE