જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે શ્રી બહુચરાજી માતાજીના નવરંગા માંડવાનું આયોજન

  • જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે શ્રી બહુચરાજી માતાજીના નવરંગા માંડવાનું આયોજન

ચુંવાળીયા કોળી જંજવાડીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનો ર૪ કલાકનો નવરંગો માંડવાનું આયોજન તા. ૧૮ ને શનિવારે કોઠારીયા રોડ, રામનગર-૨, બહુચરાજી ચોક, હુડકો ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે. આ રૂડા પ્રસંગે માતાજીની અસીમ કૃપાથી આવેલ આમંત્રિત ભકતો માટે સાંજે મહાપ્રસાદ રાખેલ છે. સંતો, મહંતો અને ભુવાશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનોના સામૈયા રાખેલ છે. આ માંડવામાં વિવિધ સમાજના પંચના ભુવાશ્રીઓ પધારશે અને રાવળદેવ શ્રી સંદિપભાઈ માતાજીના ગુણગાન ગાશે. આ માતાજીના માંડવાની એકત્રિત થયેલ પ૦ ટકા રકમ સંત વેલનાથધામ કન્યા છાત્રાલયના નવનિર્માણમાં અર્પણ કરવામાં આવશે. વિશેષમાં બહુચરાજી માતાજીના ભુવાશ્રી રમેશભાઈ જંજવાડીયા અને રાજુભાઈ જંજવાડીયા જણાવેલ છે કે અમારા સમાજમાં કોઇપણ જગ્યાએ માતાજીના માંડવાનું આયોજન થાય તેઓને અમારી વિનંતી છે કે આપણા સમાજની જે કન્યા છાત્રાલય બનાવવાનો સંકલ્પ છે તેમાં માંડવાની અમુક ટકા રકમ શિક્ષણને ધર્મકાર્ય દ્વારા આપવામાં આવે. તેમ રાજવીર જંજવાડીયા અને ધર્મરાજ જંજવાડીયાની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE