વર્ક ફ્રોમ હોમ, ટાસ્ક, હોટેલ બૂકીંગ સહિતના નામે ઠગાઇ કેસમાં પોલીસે અરજદારોને નાણા પાછા અપાવ્યા

અલગ અલગ રીતે લોકોને લલચાવી ફસાવી નાણા પડાવી લેવાના સાયબર ફ્રોડના બનાવો રોજ બનતાં રહે છે. આ રીતે ફ્રોડનો ભોગ બનેલા પાંચ અરજદારોને ગાંધીગ્રામ પોલીસે કુલ રૂા. ૪,૧૩,૩૨૧ પરત અપાવ્યા છે. એક અરજદારે ન્યુઝ પેપરમાં વર્ક ફ્રોમ હોમની જાહેરખબર વાંચી હતી અને તેમાં ડેટા એન્ટ્રીનું કામ કરવાનું હતું. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં અલગ અલગ પેકેજ લેવડાવી ઠગાઇ કરવામાં આવી હતી. બીજા બનાવમાં ટેલિગ્રામમાં મેસેજ આપી અલગ અલગ ટાસ્ક પુરા કરવા કહેવાતાં શરૂઆતમાં રીફંડ અપાયું હતું બાદમાં રકમ પરત અપાઇ નહોતી. ત્રીજા કિસ્સામાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર શેર બજારમાં ઉંચા વળતરની જાહેરાત જોઇ અરજદારે સંપર્ક કરતાં તેના મોબાઇલમાં ફેક એપ ડાઉનલોડ કરાવડાવી ઠગાઇ કરાઇ હતી.

ચોથા બનાવમાં હોટેલ બૂકીંગ માટે ગૂગલ સર્ચ કરનાર અરજદારને એક ફોન નંબર મળતાં કોન્ટેક્ટ કરતાં રૂપિયા મેળવી લીધા બાદ ફોન બંધ કરી દેવાયો હતો. પાંચમા બનાવમાં ઓએલએક્સ પર સોફાસેટ વેંચવા મુકી રીસીવીંગ મનીનો ક્યુઆર કોડ સ્કેનર મોકલી ઠગાઇ કરાઇ હતી. આ પાંચેય અરજદારને કુલ ચાર લાખ તેર હજાર ત્રણસો એકવીસ પરત અપાયા છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી પશ્ચિમ રાધિકા ભારાઇની સુચના અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ટી. અકબરી, એએસઆઇ જે.કે. જાડેજા, કોન્સ. હરિશભાઇ ગોહિલ, ધીરેનભાઇ મકવાણાએ આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE