ડો. જીતેન્દ્ર અમલાણીને મળ્યો દેશના ‘મોસ્ટ ઇન્સપાયરિંગ યુરોલોજિસ્ટ’નો એવોર્ડ

ડોકટર્સ ડે પ્રસંગે દિલ્હીમાં રાજકોટના પ્રતિષ્ઠીત તબિબનું કરાયું અભિવાદન

ડોક્ટર્સ ડેના વિશેષ પ્રસંગે, સૌરાષ્ટ્ર-કચ્છની પ્રખ્યાત યુરોકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક અને વરિષ્ઠ યુરોલોજિસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણીને, દિલ્હી ખાતે યોજાયેલ ભવ્ય એવોર્ડ ફંક્શનમાં ટાઈમ્સ નાવ ગ્રુપ દ્વારા ‘મોસ્ટ ઇન્સપાયરિંગ યુરોલોજિસ્ટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપ્રદ સન્માન તેમના પરિવાર, યુરોકેર હોસ્પિટલ અને સમગ્ર મેડિકલ ક્ષેત્રે ગૌરવની ક્ષણ છે. ડો. અમલાણીની યુરોલોજી ક્ષેત્રે યોગદાનની શરૂઆત ૧૯૯૩થી થઈ છે. તે સમયથી તેમણે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પુરસ્કારો મેળવનાર યશસ્વી યુરોલોજિસ્ટ તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા તેમને સેવા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટ માં બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ૧૯૯૩માં સ્થાપિત યુરોકેર હોસ્પિટલ રાજયમાં યુરોલોજી અને કિડની રોગોના સફળ ઉપચાર માટે જાણીતી છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં લાખો દર્દીઓને આરોગ્યસુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ એવોર્ડ માત્ર ડો. અમલાણીના વ્યકિતગત પ્રયત્નોનું જ નહીં, પરંતુ તેમની ટીમની કઠોર મહેનત અને નિષ્ઠાનું પણ ફળ છે. તેમનો સંસ્થા હંમેશા દર્દી સેવા અને મેડિકલ ક્ષેત્રમાં નવીનતા માટે સમર્પિત રહી છે. ડો. જીતેન્દ્ર અમલાણીના સંઘર્ષ અને સિદ્ધિઓ, મેડિકલ ક્ષેત્રના બધા જ ડોક્ટરો માટે પ્રેરણાસ્રોત છે. તેમની સિદ્ધિઓ તેમના પરિવાર અને મેડિકલ સમુદાય માટે ગૌરવનો વિષય છે, અને તેઓ આગળ પણ આ ઉત્કૃષ્ટ યોગદાનને કરતા રહે તેવી શુભેચ્છાઓ વરસી રહી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE