અલ્પેશભાઈ ડોડિયા દ્વારા ગાયક મુકેશના નોનસ્ટોપ ૧૭૦ ગીતો રજૂ કરાશે

હેમુ ગઢવી હોલ ખાતે એકધારો મ્યુઝીકલ કાર્યક્રમ : ઓરકેસ્ટ્રા ટીમ પણ સાથ આપશે : રાજકોટમાં નોંધાશે વર્લ્ડ રેકોર્ડ : સંગીત પ્રેમીઓને અપાયું આમંત્રણ

આગામી તા. ૦૩-૦૭ બુધવારે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં જાણીતા સિંગર અલ્પેશભાઈ ડોડીયા તથા લાઇવ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના ૧૭૦ ગીતોને સતત ૧૫ કલાક સુધી સ્વરબદ્ધ કરવામાં આવશે. છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમા પોતાના ૨૫૦ થી વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના ૬૦૦ થી વધુ ગીતો જેમને કઠસ્થ છે એવા અલ્પેશભાઈ ડોડિયા આ કાર્યક્રમમાં મુકેશજીના કઠે ગીતો રજૂ કરશે. જયારે મ્યુઝિકલ મેલોઝ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સગીત નિર્દેશક કરવામાં આવશે. આ ઉપરાંત સહ ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર, રૂપાલી જાબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી), દીપા ચાવડા, હીના કોટડિયા અને સાજીંદાઓની વાત કરીએ તો ઇમ્તિયાઝખાન સૈયદ (કીબોર્ડ), ભાર્ગવ ઉમરાણીયા (રિધમિસ્ટ), જીતામી વ્યાસ (ગિટાર), પારસ વાઘેલા (રિધમિસ્ટ), ભરત ગોહેલ (રિધમિસ્ટ), ફિરોઝ જી શેખ (રિધમિસ્ટ) દિલીપ ત્રિવેદી (રિધમિસ્ટ) સદીપ ત્રિવેદી (પકર્યુસન) પારસ વાઘેલા (પકર્યુસન) સહિતના સાજિંદાઓ સાથે સંગીતમય સફરમાં સૂરતાલની તાલાવેલી સર્જાશે. જ્યારે પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્ડના હબીબ ઘાડા દ્વારા કાર્યક્રમને કર્ણપ્રિય બનાવવામાં આવશે. આ મ્યુઝિકલ કાર્યક્રમની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમા લેવામા આવશે અને સંસ્થા દ્વારા લોંગેસ્ટ નોન-સ્ટોપ સિગિંગ રીલે ઓફ લેટ મુકેશ નામ એવોર્ડ નોંધવામાં આવશે અને આ વર્લ્ડ રેકોર્ડમાં સિગિંગ માટે તમામ સિંગર્સને અને એન્કરિંગ માટે મેહુલભાઈ રવાણીને ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવશે. સાથે સાથે જૈન સોશ્યલ ગૃપ રાજકોટ (વેસ્ટ) દ્વારા અલ્પેશભાઈ ડોડીયાને સન્માનિત કરવામાં આવશે. આ તકે સિંગર અલ્પેશભાઈ ડોડીયાએ જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમ ટીમ વર્કથી જ સપન્ન થશે. અમારી સાથે આખી ટિમ છેલ્લા ૬ મહિનાથી મહેનત કરી રહી છે. જે આગામી તા.૩ જુલાઈના રોજ સંપન્ન થશે જેમાં અમને રાજકોટના સ્વર કાર તથા સગીત નિર્દેશક લલિતભાઈ ત્રિવેદીનુ માર્ગદર્શન સાપડયુ હતુ. સાથે સાથે ઉદ્યોગપતિઓ રોયલ સ્ટીલ ફેબ્રીકેશનના ભાવેશભાઈ પિત્રોડા અને પ્રવીણભાઈ પિત્રોડા આકાર જવેલર્સ પરીનભાઈ પારેખ, હાર્દિકભાઈ પારેખ, અબિકા સ્ટીલ લેટર પચના હરેશભાઇ પરમાર, રાજેશભાઈ પરમાર, તિલકભાઈ પરમાર, જે.પી. જવેલર્સ, રણછોડનગર ભરતભાઈ પટોડીયા, પીઠવા મેન્યુફેક્ચરર્સના મિતેશભાઈ પીઠવા, લુહાર હિતેચ્છુ મંડળ, લુહાર સેવા સમાજ, લુહાર વિદ્યાર્થી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતી, વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન, અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, વિશ્વકર્મા મહિલા મંડળ, જૈન સોશ્યલ ગ્રુપ – રાજકોટ (વેસ્ટ), એચ.એમ. જૈન મેટ્રીમોનીયલ ગ્રુપ હર્ષદભાઈ મહેતા, પરમાર પરિવાર, પીઠવા પરિવાર, સિધ્ધપુરા પરિવાર અને મકવાણા પરિવારનો સહયોગ સાંપડ્યો છે. સર્વે સંગીત પ્રેમીઓને ગાયક અલ્પેશભાઇ ડોડીયા, રાજેન્દ્ર ત્રિવેદી, ઇમ્તિયાઝખાન સૈયદ, હબીબ ધાડા, રીટા ડોડીયા અને મેહુલ રવાણી વિગેરે દ્વારા નિમંત્રણ અપાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE