બાલાજી વેફર્સનો દેડકો, ક્યા-ક્યા અધિકારી અને નેતાઓની પોલ ખોલશે !

નેતાઓની પોલ ખોલશે !! વડ વાજડી નદીનાં ‘દેડકા’ના કારસ્તાન હજુ પણ ડ્રાઉં ડ્રાઉં જ બોલે છે…? ગેમઝોન અગ્નિકાડે તો ઘણા બધા અધિકારી અને નેતાઓને લપેટમાં લીધા, બાલાજી વેફર્સનો આ દેકડો કોને કોને દોડાવશે? ભારત હેડલાઈન, તા.૨૪ દેશના દરેક નાગરિકને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી ખોરાક અને ઔધષ નિયમન તંત્ર અને આ વિભાગની હોય છે.

પરંતુ આ વિભાગના અધિકારીઓ માત્ર હપ્તા રાજ જ ચલાવે છે. તગડા હપ્તા મળતા હોવાથી તેઓ કોઈ જ ચેકિંગ કે કાર્યવાહી કરતાં નથી તેના જ કારણે એક પછી એક ખાદ્ય ખોરાકની આવી હચમચાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. જામનગર ફડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમાર સાથે ટેલીફોનિક ચર્ચા કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે, બાલાજી વેફર્સના પેકેટમાં દેડકો નિકળ્યાની સૂચના મળતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

દેખાવ પરથી એવું લાગે છે કે દેડકો પેકેટમાં ફસાઈ ગયો હતો અને તેની સાથે જ વેફર પેક કરી દેવામાં આવ્યા હતા. ખાદ્ય (ફડ) વિભાગ દ્વારા આ બેંચના વધુ પેકેટના નમૂના એકત્રિત કરીને તેની વધુ તપાસ કરવામાં માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને જામનગર મહાપાલિકાની ફૂડ શાખાના ફડ ઇન્સ્પેકટર દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા લોકોએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આરોગ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE