કેરલ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે

વિધાનસભાએ રાજ્યનું નામ કેરલમ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ કરી દીધો છે. સોમવારે (૨૪ જૂન) ના રોજ સામાન્ય સુધારા સાથે આ પ્રસ્તાવને ફરીથી મંજૂર કરવામાં આવ્યો. જોકે કેન્દ્રએ જૂના પ્રસ્તાવને પરત લેતાં તેમાં સુધારાની વાત કહી હતી, ત્યારબાદ સદનમાં નવા પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો.

સંવિધાનની પહેલા શિડ્યૂલમાં રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલીને કેરલમ કરવા માટે બંધારણના અનુચ્છેદ ૩ અંતગર્ત જરૂર પગલાં ભરવા જોઇએ. આઇયુએમએલ ધારાસભ્ય એન શમસુત્રીને પ્રસ્તાવમાં ફેરફાર કરતાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને ફરીથી ગોઠવવાની ભલામણ કરી છે. સદને ફેરફારને નકારી કાઢી છે. ગત ૯ ઓગસ્ટે રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલવાની માંગ કરનાર પ્રસ્તાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કેન્દ્રમાંથી સંવિધાનની પહેલી યાદીમાં રાજ્યનું નામ બદલીને કેરલમ’ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પ્રકારે પ્રસ્તાવમાં કેન્દ્રમાંથી આઠમી યાદી અંતગર્ત તમામ ભાષાઓમાં નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE