જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં વાડીના ઓરડામાં ચાલી રહેલા જુગારધામ પર રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ અડ્ડા પરથી તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
રોકડ સહિત રૂ.15.63 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે જુગારીઓ પાસેથી રૂ.2,33,700ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા 9 મોબાઈલ ફોન, 2 કાર અને 2 મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી.
પોલીસે તમામ વસ્તુઓ સહિત કુલ રૂ.15,63,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
10 આરોપીઓ સામે ગુનો નોંધાયો
ઝડપાયેલા તમામ 10 આરોપીઓ સામે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જની આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર જુગારધામ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે.
Post Views: 31











