અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી કરી મહત્વપૂર્ણ લોકકલ્યાણકારી જાહેરાતો

સ્વાતંત્ર્ય દિનના 80મા મહાપર્વ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનો માહોલ છવાયો છે. આ વર્ષે રાજ્યકક્ષાના આઝાદી પર્વની ભવ્ય ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને નાગરિકોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે છેલ્લા 25 વર્ષથી ગુજરાત દેશનું અગ્રણી ‘ગ્રોથ એન્જિન’ રહ્યું હોવાનું જણાવી યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે કેટલીક મોટી કલ્યાણકારી યોજનાઓની જાહેરાતો કરી હતી.

વિકાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ

  • ગ્રોથ એન્જિન અને વારસો: મુખ્યમંત્રીએ જણાવ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ભવ્ય ઉજવણી પણ થઈ રહી છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.

  • યુવા અને મહિલા સશક્તિકરણ: રાજ્યમાં યુવાનો માટે કૌશલ્ય વિકાસ (Skill Development) અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજનાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

  • પર્યાવરણ અને ભૂગર્ભ જળ: જળ સંચયના પ્રયાસોથી રાજ્યમાં વરસાદી પાણી મારફતે ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર સુધારો લાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાતો

  • ગરીબોને મફત પ્લોટ: ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા જરૂરિયાતમંદ પરિવારોને સરકાર દ્વારા વિનામૂલ્યે જમીનના પ્લોટ ફાળવવામાં આવશે.

  • આંગણવાડીના બાળકોના નાસ્તાના ભથ્થામાં વધારો: આંગણવાડીના બાળકો માટે દૈનિક નાસ્તાનું ભથ્થું અગાઉના ₹5.10 થી વધારીને ₹8 કરવામાં આવ્યું છે, જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે.

  • વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદા વધારી: ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લોન પાત્રતાની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે.

  • લોકલ ફોર વોકલ: શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોના સંતુલિત વિકાસ માટે સ્થાનિક ઉત્પાદનો અને રોજગારીને પ્રોત્સાહન આપવાનો મંત્ર અપનાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE