અમદાવાદ: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ મુસાફરી કરતા મુસાફરોની સુવિધા અને મુસાફરી વધુ સરળ બને તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ગીતા મંદિર બસ ટર્મિનલ-2નો ઉપયોગ કરવા મુસાફરોને અપીલ કરવામાં આવી છે.
ગીતા મંદિર ટર્મિનલ-2 પરથી વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો તરફ જતી બસો માટે પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને યોગ્ય પ્લેટફોર્મ પરથી બસ મળી રહે અને બસ શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે GSRTC દ્વારા રૂટ પ્રમાણે પ્લેટફોર્મની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે.
કયા રૂટની બસ કયા પ્લેટફોર્મ પરથી મળશે?
પ્લેટફોર્મ-1: રાજકોટ અને મોરબી તરફની બસો.
પ્લેટફોર્મ-2 અને 3: ચોટીલા, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ તરફની બસો.
પ્લેટફોર્મ-4: ધંધુકા, વલ્લભીપુર, સારંગપુર, બોટાદ, લાઠી, અમરેલી, ગારીયાધાર અને ખાંભા તરફ.
પ્લેટફોર્મ-5: ધોળેરા, ભાવનગર, રાજુલા, પાલીતાણા અને ઉના તરફ.
પ્લેટફોર્મ-6: ધોળકા, બાવળા, કાઠ, ગણપતિપુરા અને અરણેજ તરફ.
પ્લેટફોર્મ-7થી 11: સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, ભુજ, નખત્રાણા, પાટડી, માંડલ અને લખપત તરફની બસો.
પ્લેટફોર્મ-12થી 18: કલોલ, કડી, ખંભાતરાજ, અંબાજી, ઊંઝા, પાલનપુર, ડીસા, થરાદ સહિત ઉત્તર ગુજરાત તરફના વિવિધ રૂટ.
GSRTC દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે મુસાફરી દરમિયાન બસના રૂટ અને પ્લેટફોર્મની માહિતી અગાઉથી જાણી લેવી, જેથી સમયનો બચાવ થાય અને મુસાફરી વધુ સુગમ બની રહે.
મુસાફરો માટે ખાસ સૂચના: ગીતા મંદિર ટર્મિનલ-2 ખાતે પહોંચ્યા બાદ દર્શાવેલા પ્લેટફોર્મ મુજબ બસની માહિતી ચકાસી મુસાફરી કરવી. રૂટ અથવા પ્લેટફોર્મમાં ફેરફાર થયો હોય તો ટર્મિનલ પરના અધિકૃત માહિતી કેન્દ્ર પાસેથી તાજી માહિતી મેળવવી.











