ધ્રાંગધ્રા: દેશભક્તિના રંગે રંગાયેલા ધ્રાંગધ્રા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ખાતેથી પ્રસ્થાન કરેલી આ યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન તિરંગા સાથે દેશભક્તિના નારા ગુંજતા જોવા મળ્યા હતા.
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો અને વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા. યાત્રાને પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ભવ્ય યાત્રામાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ, કારોબારી, તથા સભ્યો, પ્રોફેસરો, આર્મીના જવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની લાગણી સાથે સૌએ એકતાનો સંદેશ આપ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રાએ ધ્રાંગધ્રામાં રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. તિરંગાની આન-બાન-શાન સાથે યોજાયેલી આ યાત્રા ધ્રાંગધ્રાવાસીઓ માટે દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી.
Post Views: 0











