રાજકોટ લોકસભાના લોક લાડીલા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટની જનતાએ જંગી બહુમતીથી જીત અપાવી છે જેમાં વિધાનસભા ૬૯ માં જંગી લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને મળેલ છે. જે માટે વિધાન સભા ૬૯ ના તમામ શ્રેણીના કાર્યકરઓ, મતદારઓ, હોદ્દેદારો, આગેવાનો તમામનો હું હૃદય પૂર્વક આભાર માનુ છુ. તેમજ ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તથા અમિતભાઇ શાહ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં ભારત દેશ અને ગુજરાત દરેક ક્ષેત્રમાં વિકાસની હારમાળા સર્જશે તેમ વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું.
Post Views: 0











