ઇટાલીના સ્વાભિમાન પર ટ્રમ્પનો પ્રહાર, જ્યોર્જિયા મેલોનીનો સણસણતો જવાબ: “ઇટાલી ક્યારેય કોઈની સામે ભીખ નથી માંગતું, તમને શરમ આવવી જોઈએ”

વૈશ્વિક રાજકારણના મંચ પર પોતાના વિવાદાસ્પદ અને અહંકારી નિવેદનો માટે જાણીતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું રાજદ્વારી તોફાન ખડું કર્યું છે. ફ્રાન્સમાં સંપન્ન થયેલી G-7 સમિટ બાદ ટ્રમ્પે આ વખતે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પર અપમાનજનક ટિપ્પણી કરી છે. જેનો મેલોનીએ અત્યંત આક્રમક અને જડબાતોડ જવાબ આપતાં વૈશ્વિક રાજદ્વારી આલમમાં ગરમાવો આવી ગયો છે. ઇટાલીના વડાપ્રધાને ટ્રમ્પના અહંકારને ચૂર-ચૂર કરતાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, ઇટાલી ક્યારેય કોઈની સામે ભીખ માંગતું નથી.

તાજેતરમાં જ ફ્રાન્સમાં આયોજિત G-7 સમિટની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના તમામ શક્તિશાળી નેતાઓ પોતપોતાના દેશ પરત ફર્યા છે. આ વૈશ્વિક મહાસંમેલન પર સમગ્ર દુનિયાની નજર ટકેલી હતી. જ્યાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ યોજાયો હતો. આ સમિટમાં ભાગ લેવા માટે ઇટાલીના લોકપ્રિય વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ ફ્રાન્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીએમ મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાતો કરી હતી.પરંતુ આ સમિટ દરમિયાન બનેલી એક સામાન્ય ઘટનાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે બાદમાં એક અત્યંત અશોભનીય દાવો કર્યો હતો. જેનાથી મેલોનીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ એવો અહંકારભર્યો દાવો કર્યો હતો કે, G-7 સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોની તેમની પાછળ ફરતા હતા અને તેમની સાથે માત્ર એક ફોટો પડાવવા માટે કરગરી રહ્યા હતા (આજીજી કરી રહ્યા હતા). ટ્રમ્પ અગાઉ પણ અનેક વખત સાર્વજનિક મંચો પરથી અન્ય દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોનું અપમાન કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે ઇટાલીના પ્રમુખ સાથે પંગો લેવો તેમને ભારે પડી ગયો છે.

પોતાના અને દેશના સ્વાભિમાન પર થયેલા આ પ્રહાર સામે જ્યોર્જિયા મેલોનીએ મૌન તોડતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક સણસણતી પોસ્ટ શેર કરીને ટ્રમ્પને આયનો બતાવ્યો છે. મેલોનીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ઇટાલી એક સાર્વભૌમ અને સ્વાયત્ત રાષ્ટ્ર છે. જે ક્યારેય કોઈની સામે ભીખ નથી માંગતું. તમારા આવા પાયાવિહોણા અને અહંકારી નિવેદન બદલ તમને શરમ આવવી જોઈએ.” મેલોનીના આ વળતા પ્રહારે ઇટાલી અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ પેદા કરી દીધો છે. અને વૈશ્વિક મીડિયામાં પણ હાલ આ વિવાદ ટોક-ઓફ-ધ-ટાઉન બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE