તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે (થલપતિ વિજય) ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. નવી રચાયેલી TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) સરકારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલો પોતાનો મુખ્ય વાયદો પૂરો કર્યો છે. સોમવારે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રીએ રાજ્યના લાખો ખેડૂતોની લોન માફ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
કોને અને કેટલો લાભ મળશે?
સરકારની આ યોજનાનો લાભ બે અલગ-અલગ શ્રેણીના ખેડૂતોને મળશે:
-
સીમાંત (નાના) ખેડૂતો: સહકારી બેંકોમાંથી લીધેલી ₹50,000 સુધીની સંપૂર્ણ લોન માફ કરવામાં આવી છે.
-
મોટા ખેડૂતો: આવા ખેડૂતો માટે પ્રતિ ખેડૂત ₹5,000 સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત કરાઈ છે.
-
સમયગાળો: આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે. જેમણે 1 મે 2025 થી 28 ફેબ્રુઆરી 2026 ની વચ્ચે સહકારી બેંકોમાંથી પાક લોન લીધી હોય.
યોજનાની મુખ્ય વિગતો અને આર્થિક બોજ
વિગત |
આંકડા / માહિતી |
કુલ લાભાર્થી ખેડૂતો |
14,22,555 (આશરે 14.22 લાખ) |
સરકાર પર કુલ આર્થિક બોજ |
₹2,044.46 કરોડ |
લોનનો પ્રકાર |
સહકારી બેંકોમાંથી લીધેલી પાક લોન |
સમીક્ષા બેઠકમાં લેવાયો નિર્ણય
આ મોટો નિર્ણય સોમવારે સચિવાલય ખાતે મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં યોજાયેલી એક ખાસ સમીક્ષા બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં:
-
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી આર. વિનોથ
-
સહકારિતા મંત્રી વી. ગાંધીરાજ
-
નાણા, યોજના અને વિકાસ મંત્રી એન. મારિયા વિલ્સન
તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
RBIની ગાઈડલાઈનનું પાલન:
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સરકારી લોન માફી યોજનાઓ માટેની મોડલ ઓપરેશનલ ગાઈડલાઈન (28.11.2025) અનુસાર આ પગલું લેવાયું છે. નિયમ મુજબ, સરકારે પાક વીમા લોનની સંપૂર્ણ રકમ 45 થી 60 દિવસની અંદર ચૂકવવાની રહેશે.
ખેડૂતો માટે કેમ સંજીવની બનશે આ નિર્ણય?
રાજ્યની વર્તમાન આર્થિક સ્થિતિ અને મર્યાદિત નાણાકીય સંસાધનો હોવા છતાં, મુખ્યમંત્રીએ ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે. આ લોન માફીથી રાજ્યના 14 લાખથી વધુ ખેડૂતો દેવામુક્ત થશે, જેનાથી તેમને આગામી ખેતીની સીઝન (વાવણી) માટે નવી લોન મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે અને મોટો આર્થિક સપોર્ટ મળશે.
Post Views: 34











