અર્થતંત્ર પર સંકટના વાદળો: સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો પ્રચંડ કડાકો, રૂપિયો 95.64ની ઐતિહાસિક નીચલી સપાટીએ!

ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. મધ્ય પૂર્વમાં સીઝફાયર છતાં સર્જાયેલી અનિશ્ચિતતા અને દેશમાં ડોલર બચાવવા માટે સરકાર દ્વારા લેવાનારા કડક પગલાંના ભયે રોકાણકારોના આશરે ₹5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

આ પણ વાંચો…

લેટ નાઈટ સર્ચ ટ્રેન્ડ્સ: રસોઈથી લઈને મનની મૂંઝવણ સુધી, લોકો Google પર શું શોધે છે?

બજારમાં મચેલી અફરાતફરીના મુખ્ય કારણો:

  • વડાપ્રધાનનું આહવાન: PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વિદેશી હુંડિયામણ બચાવવા માટે સોનાની ખરીદી અને બિનજરૂરી આયાત ઘટાડવા પર ભાર મૂકતા બજારમાં ફાળ પડી છે.

  • વૈશ્વિક અશાંતિ: અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતીના પ્રસ્તાવ પર સહમતિ ન સધાતા ફરી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

  • ક્રૂડ ઓઈલ અને મોંઘવારી: ક્રૂડ તેલના ભાવ 106 ડોલરને પાર કરી જતાં મોંઘવારી વધવાની ભીતિએ વેચવાલી વધી છે.

  • રૂપિયાનું ધોવાણ: ડોલર સામે રૂપિયો 32 પૈસા ગગડીને 64 ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.

બજારના આંકડા પર એક નજર:

સૂચકાંક

ઘટાડો (પોઈન્ટ્સ)

બંધ સપાટી

BSE સેન્સેક્સ

-1444

74,570

NSE નિફ્ટી

-428

23,387

કયા શેરોમાં ગાબડાં અને ક્યાં તેજી?

  • ઘટાડો નોંધાવનાર (Top Losers): રિલાયન્સ, અદાણી ગ્રીન, સ્ટેટ બેંક (SBI), HDFC બેંક, TCS, ઇન્ફોસીસ અને વારી એનર્જી જેવા હેવીવેઈટ શેરોમાં ભારે ધોવાણ થયું હતું.

  • વધારો નોંધાવનાર (Top Gainers): મંદીના માહોલ વચ્ચે પણ ઓઈલ ઈન્ડિયા, ONGC, ભારતી એરટેલ અને બાયોકોન જેવા શેરોમાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો.

સોના-ચાંદીમાં ‘ભડકો’

એક તરફ શેરબજારમાં રોકાણકારો રડી રહ્યા છે. ત્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે:

  • સોનું: ₹1,550 ના ઉછાળા સાથે ₹1,56,800 પર પહોંચ્યું.

  • ચાંદી: રેકોર્ડબ્રેક તેજી સાથે ₹2.74 લાખ પ્રતિ કિલોએ પહોંચી (વિશ્વબજારમાં 84 ડોલર).

એક્સપર્ટ્સના મતે, ટૂંકા ગાળામાં કોઈ પોઝિટિવ ન્યૂઝની શક્યતા ઓછી છે. ભારતીય અર્થતંત્ર પર જે રીતે દબાણ વધી રહ્યું છે. તે જોતાં આગામી દિવસોમાં પણ બજારમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE