પશ્ચિમ બંગાળમાં સત્તાપલટો થતાં જ એક્શન મોડમાં ED: TMCના દિગ્ગજ નેતા સુજીત બોઝની ધરપકડ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ હવે તપાસ એજન્સીઓએ ગાળિયો મજબૂત કર્યો છે. રાજ્યમાં ભાજપના શાસનનો પ્રારંભ થતાની સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કદાવર નેતા અને પૂર્વ મંત્રી સુજીત બોઝની 10 કલાકની સઘન પૂછપરછ બાદ મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડનું મુખ્ય કારણ

ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સુજીત બોઝના નિવેદનોમાં ભારે વિસંગતતા જોવા મળી હતી. તપાસમાં સહકાર ન આપવા અને પુરાવાઓ બાબતે સંતોષકારક જવાબ ન મળતા એજન્સીએ તેમની ધરપકડ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો…

થિરૂવન્તપુરમથી દિલ્હી સુધી મંથન: વેણુગોપાલ, સતીશન કે ચેન્નીથલા? કેરળના ‘કેપ્ટન’ કોણ?

શું છે નગરપાલિકા ભરતી કૌભાંડ?

આ સમગ્ર મામલો વર્ષ 2014 થી 2023 દરમિયાન પશ્ચિમ બંગાળની વિવિધ નગરપાલિકાઓમાં થયેલી કથિત ગેરકાયદેસર ભરતીઓ સાથે જોડાયેલો છે.

  • આરોપ: રાજ્યની અંદાજે 60 નગરપાલિકાઓમાં 5,000 થી વધુ ઉમેદવારોની ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ છે.

  • ગેરરીતિ: લાયક ઉમેદવારોને બદલે લાંચ લઈને મળતિયાઓને નોકરીઓ આપવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે.

  • અગાઉની કાર્યવાહી: આ અગાઉ પણ ED દ્વારા સુજીત બોઝના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા વ્યવસાયિક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

કોણ છે સુજીત બોઝ? (રાજકીય સફર)

સુજીત બોઝ પશ્ચિમ બંગાળના રાજકારણનો જાણીતો ચહેરો છે. તેમની સફર પર એક નજર:

  1. શરૂઆત: તેમણે પોતાની રાજકીય કારકિર્દી CPI(M) ની યુવા પાંખ DYFI થી કરી હતી.

  2. TMC માં પ્રવેશ: 2001માં તેઓ મમતા બેનર્જીની વિચારધારાથી પ્રેરાઈને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.

  3. ધારાસભ્ય: તેઓ બિધાન નગર બેઠક પરથી સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

  4. સામાજિક વર્ચસ્વ: તેઓ કોલકાતાની પ્રખ્યાત શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ’ ના પ્રમુખ છે. જે ભવ્ય દુર્ગા પૂજાના આયોજન માટે જાણીતી છે.

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ થયેલી આ પ્રથમ મોટી ધરપકડ છે. જેના કારણે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓના નામ ખૂલે તેવી પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE