બોડેલી: મુખ્ય માર્ગો પર તૂટેલી ગ્રીલ અને લટકતા વાયરો અકસ્માતને આપી રહ્યા છે ખુલ્લું આમંત્રણ

બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલી સુરક્ષા ગ્રીલ લાંબા સમયથી તૂટેલી હાલતમાં રસ્તા પર પડી છે.

તૂટેલી ગ્રીલને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થયું છે.​માત્ર ગ્રીલ જ નહીં, પરંતુ રસ્તા પરના વીજ થાંભલાઓ પરથી જોખમી રીતે લટકતા વાયરો પણ તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…

બોડેલીના મનીષ માર્કેટમાં ખુલ્લી ગટર બન્યું અકસ્માતનું આમંત્રણ, ટ્રકના ક્લીનરે બનાવી સુરક્ષાત્મક આડ

 

વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા આ જોખમી ગ્રીલ હટાવવાની કે સમારકામ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન નાગરિકોમાં ઉઠી રહ્યો છે. જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ સમસ્યાનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

રીપોર્ટર :અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE