હિમાચલ પ્રદેશ: શિમલામાં મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાના જશ્ન વચ્ચે ગોળીબાર, 2 બાળકોની માતાનું કમકમાટીભર્યું મોત

શિમલા જિલ્લામાંથી એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના રોહડુના કુલગામ વિસ્તારમાં રવિવારે રાત્રે એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન ખુશીનો માહોલ પળભરમાં શોકમાં ફેરવાઈ ગયો હતો. અહીં લાપરવાહીભર્યા હવામાં ફાયરિંગ દરમિયાન એક મહિલાને ગોળી વાગતા તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

હજારોની ભીડ વચ્ચે ચલાવી ગોળીઓ

મળતી માહિતી મુજબ, કુલગામમાં દેવતા શાલૂ મહારાજના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેટલાક લોકોએ ઉત્સાહ અને દેખાડામાં આવીને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગોળી જીગહા ગામની મહિલાને વાગી હતી. ગોળી વાગતા મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનોની હાલત ગંભીર છે અને સ્થાનિક લોકો પણ આ અકસ્માતથી સ્તબ્ધ છે.

આ પણ વાંચો:

હીટવેવમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે રાખો આ 5 સાવચેતી, નહીં તો થઈ શકે છે હીટ સ્ટ્રોક

2 બાળકોની માતા હતી મૃતક મહિલા

મૃતકની ઓળખ જીગહા વિસ્તારની 26 વર્ષીય રિતિકા બેતિયા તરીકે થઈ છે. રિતિકાને બે સંતાનો છે. કાર્યક્રમમાં અનેક લોકો હથિયારો સાથે હાજર હોવાથી ગોળી કોણે ચલાવી તે હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સમાજના જવાબદાર લોકોએ પણ અપીલ કરી છે કે આવા આયોજનોમાં પરંપરા, શાલિનતા અને સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દેવ અનુષ્ઠાનોમાં ‘દેવલૂ’ (શ્રદ્ધાળુઓ) પરંપરાગત હથિયારો સાથે નૃત્ય કરે છે.જેમાં તલવાર, ડાંગરુ અને ખુખરી જેવા શસ્ત્રો સામેલ હોય છે. ઘણીવાર ખુશી વ્યક્ત કરવા માટે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવતું હોય છ. જે આ વખતે જાનલેવા સાબિત થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE