PM મોદીએ પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો: “હવે ભરોસો જોઈએ, હવે ભાજપ જોઈએ”

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોએ પૂરી તાકાત લગાવી દીધી છે. પીએમ મોદીએ પણ બંગાળમાં અનેક જનસભાઓ, રેલીઓ અને રોડ શો કર્યા. પ્રચાર પૂરો થવાના થોડા સમય પહેલા તેમણે જનતાના નામે એક ભાવુક પત્ર લખ્યો છે.

પત્રના મુખ્ય અંશો:

હવે ભરોસો જોઈએ, હવે ભાજપ જોઈએ” પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, “હું આ પત્ર દ્વારા બંગાળના મારા દરેક પરિવારજન સુધી મારી લાગણીઓ પહોંચાડી રહ્યો છું. બંગાળનો દરેક નાગરિક અને દરેક પરિવાર હવે એક જ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે – હવે પરિવર્તન જોઈએ. ઘણો ડર ભોગવ્યો, હવે ભરોસો જોઈએ, હવે ભાજપ જોઈએ.”

આ પણ વાંચો :

કેનેડામાં રંગભેદનો શિકાર બન્યા શીખ વડીલ…”યુવકે ધક્કો મારી ગાળો આપી કહ્યું – “મારા દેશમાંથી બહાર નીકળી જાવ”

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણી પીએમ મોદીએ ‘X’ પર પત્ર શેર કરતા લખ્યું, “બંગાળના સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન મને જે અપાર સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે.તેણે મને નવી ઉર્જાથી ભરી દીધો છે. અહીંની યુવાશક્તિ હોય કે નારીશક્તિ, ખેડૂત ભાઈ-બહેન હોય કે વેપારી, દરેક ‘વિકસિત બંગાળ’ માટે સંકલ્પબદ્ધ છે.”

બંગાળમાં અલગ જ ઉર્જાનો અનુભવ થયો” તેમણે વધુમાં લખ્યું કે, “આ ચૂંટણી દરમિયાન મેં બંગાળમાં એક અનોખી ઉર્જાનો અનુભવ કર્યો છે. આટલી ગરમી અને સતત રેલીઓ છતાં મને જરાય થાક નથી લાગ્યો. આ રેલીઓ અને રોડ શો મારા માટે તીર્થયાત્રા સમાન રહ્યા છે. જ્યારે હું મા કાલીના ભક્તો વચ્ચે જતો હતો, ત્યારે કદાચ મા કાલી જ મને નવી ઉર્જા આપતા હતા.”

જનતાનો સ્નેહ એ જ અસલી મૂડી પીએમ મોદીએ જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરના અનુષ્ઠાનને યાદ કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં પણ તેમને એવી જ દિવ્ય અનુભૂતિ થઈ છે. “યુવાનો, માતા-બહેનો અને વડીલોના આંખોમાં જે પ્રેમ મેં જોયો છે, તે મારા જીવનની સાચી મૂડી છે. હું રાત્રે નિરાંતે તમારા પત્રો વાંચું છું અને તેના જવાબો પણ લખાવું છું.”

જવાબદારીથી પાછો નહીં હટું” પત્રના અંતમાં પીએમ મોદીએ વચન આપતા લખ્યું, “બંગાળની સેવા કરવી અને તેને સુરક્ષિત રાખવું એ મારું વચન છે. બંગાળ સામેના દરેક પડકારને અવસરમાં બદલવો એ મારું ભાગ્ય પણ છે અને જવાબદારી પણ. હું આ જવાબદારીથી ક્યારેય પાછો નહીં હટું. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને બંગાળમાં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણનો ઉત્સવ ઉજવીશું અને બંગાળને વિકસિત બનાવીશું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE