ભારતમાં વધતા જતા માર્ગ અકસ્માતોને જોતા કાર ઇન્સ્યોરન્સ હવે અનિવાર્ય બની ગયો છે.પરંતુ માત્ર પોલિસી લેવી પૂરતી નથી. અકસ્માત બાદ સાચા પગલાં ભરવા પણ તેટલા જ જરૂરી છે. અકસ્માત સમયે તણાવ થવો સ્વાભાવિક છે. પરંતુ જો તમે સમજદારીથી કામ લેશો તો આર્થિક નુકસાન અને કાનૂની ગૂંચવણોથી બચી શકશો.
અહીં અકસ્માત સમયે ધ્યાનમાં રાખવા જેવી 10 મહત્વની બાબતો છે:
1. કારને તાત્કાલિક ઉભી રાખો
અકસ્માત થાય ત્યારે સૌથી પહેલા કારને ઘટનાસ્થળે જ રોકી દો. આ તમારી કાનૂની જવાબદારી છે.અકસ્માત નાનો હોય તો પણ ભાગવાનો પ્રયાસ ન કરો, અન્યથા તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે..શાંત રહો અને સામેવાળા ચાલક સાથે દલીલ કે ઝઘડો કરવાનું ટાળો.
2. ઇજાની તપાસ કરો
તમારી જાતને અને કારમાં બેઠેલા અન્ય લોકોની તપાસ કરો કે કોઈને ઇજાકારઅકસ્માત#કારઇન્સ્યોરન્સ તો નથી થઈ ને? જો કોઈ ત્રીજી વ્યક્તિ (થર્ડ પાર્ટી) ને ઇજા થઈ હોય તો તેનું પણ ધ્યાન રાખો, કારણ કે ‘થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ’ હેઠળ વળતરનો દાવો કરી શકાય છે.
3. તબીબી સહાય મેળવો
નાની ઇજાના કિસ્સામાં તરત જ ‘ફર્સ્ટ એઇડ’ (પ્રાથમિક સારવાર) આપો. તમારી કારમાં રહેલી ફર્સ્ટ એઇડ કિટનો ઉપયોગ કરો. જો કોઈ ગંભીર રીતે ઘાયલ હોય, તો વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સને ફોન કરો.
4. ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરો
ઇજાગ્રસ્તોની સંભાળ લીધા પછી, તમારી વીમા કંપનીને અકસ્માતની જાણ કરો અને ક્લેમ (દાવો) નોંધાવો. તમારી કારને થયેલ નુકસાન અને સામેવાળાને થયેલ નુકસાનની સાચી માહિતી આપો. ખોટી માહિતી આપવાથી ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.
5. પોલીસમાં FIR નોંધાવો
ગંભીર અકસ્માત, ઈજા કે મૃત્યુના કિસ્સામાં તરત જ પોલીસને જાણ કરો. ‘થર્ડ પાર્ટી ક્લેમ’ સેટલમેન્ટ માટે FIR ખૂબ જ જરૂરી છે. FIRની નકલ તમારી પાસે રાખો અને વીમા કંપનીને સબમિટ કરો.
6. ફોટા અને વીડિયો પુરાવા તરીકે લો
અકસ્માત સ્થળની સ્પષ્ટ તસવીરો લો. તમારી કાર, સામેવાળું વાહન અને સમગ્ર ઘટનાસ્થળના ફોટા અલગ-અલગ એન્ગલથી લો. આ પુરાવા ક્લેમ પ્રોસેસને ઝડપી બનાવશે.
7. જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો
ક્લેમ ફાઇલ કરવા માટે નીચેના દસ્તાવેજો તમારી પાસે હોવા જોઈએ:
-
માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ (DL)
-
પોલીસ FIRની નકલ
-
કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)
-
કાર ઇન્સ્યોરન્સ પોલિસીના કાગળો
8. સર્વેયરની તપાસ બાદ જ રિપેરિંગ કરાવો
કારનું રિપેરિંગ શરૂ કરતા પહેલા વીમા કંપનીનો સર્વેયર આવીને નુકસાનનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ જ કંપનીના ‘નેટવર્ક ગેરેજ’માં કાર રિપેર કરવા આપો (કેશલેસ સુવિધા માટે). જો ઈમરજન્સી હોય તો જ સર્વેયર વગર આગળ વધવું.
9. ક્લેમ સેટલમેન્ટ
જો તમે નેટવર્ક ગેરેજમાં કામ કરાવશો, તો ત્યાં ‘કેશલેસ ક્લેમ’ સેટલ થઈ જશે. જો તમે અન્ય ગેરેજમાં રિપેરિંગ કરાવો છો..તો તમામ બિલ અને રસીદો સાચવીને રાખો જેથી પાછળથી નાણાં પરત મેળવી શકાય.
10. સતર્ક રહીને વાહન ચલાવો
અકસ્માત ગમે ત્યારે થઈ શકે છે.તેથી હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરો. સ્પીડ લિમિટનું ધ્યાન રાખો અને ક્યારેય દારૂ પીને વાહન ન ચલાવો. હંમેશા ડ્રાઇવિંગ લાયસન્સ, RC અને ઇન્સ્યોરન્સની નકલ તમારી સાથે રાખો.
ટિપ: હંમેશા ‘કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ’ લેવાનો આગ્રહ રાખો, જેથી તમારી પોતાની કારને થયેલા નુકસાન સામે પણ સુરક્ષા મળે.
Post Views: 40










