કેનેડા જવાનું સપનું જોતા ભારતીયો માટે લાંબી રાહ જોવાનો અંત આવ્યો છે. કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC (ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા) એ વિઝા પ્રોસેસિંગના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે, જેમાં ભારત માટે મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને વિઝિટર અને સ્ટડી વિઝાની ફાઈલો હવે ‘સુપરફાસ્ટ’ ગતિએ ક્લિયર થઈ રહી છે.
વિઝા પ્રોસેસિંગમાં મોટો ફેરફાર: એક નજરે
તંત્ર દ્વારા જાહેર કરાયેલા નવા સમયગાળા મુજબ, હવે તમારે અગાઉ જેટલી રાહ જોવી નહીં પડે:
વિઝા કેટેગરી |
પહેલાનો સમય |
હવેનો નવો સમય |
ફાયદો |
વિઝિટર વિઝા |
37 દિવસ |
23 દિવસ |
14 દિવસ વહેલા વિઝા મળશે |
સ્ટડી પરમિટ |
4 અઠવાડિયા |
3 અઠવાડિયા |
વિદ્યાર્થીઓને ઝડપી એડમિશન મળશે |
સુપર વિઝા |
202 દિવસ |
182 દિવસ |
વાલીઓ માટે 20 દિવસનો ઘટાડો |
વિઝિટર અને સ્ટડી વિઝામાં ‘એક્સપ્રેસ’ ગતિ
ભારતીય પ્રવાસીઓ માટે સૌથી મોટી રાહત વિઝિટર વિઝામાં મળી છે. જે કામ માટે અગાઉ સવા મહિનો લાગતો હતો, તે હવે માત્ર 23 દિવસમાં પૂર્ણ થશે. તેવી જ રીતે, કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની ફાઈલો હવે માત્ર 21 દિવસમાં પ્રોસેસ થઈ જશે. જેનાથી શૈક્ષણિક સત્રના પ્લાનિંગમાં સરળતા રહેશે.
વર્ક પરમિટમાં થોડી ‘બ્રેક’
એક તરફ જ્યાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે, ત્યાં વર્ક પરમિટ ઈચ્છુકો માટે થોડો વિલંબ નોંધાયો છે.
-
ભારતથી વર્ક પરમિટ માટેનો સમય 7 અઠવાડિયાથી વધીને 8 અઠવાડિયા થયો છે.
-
જોકે, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં આ સમય ઘટ્યો છે, જે દર્શાવે છે કે ભારતથી અરજીઓનો ધસારો વધુ હોઈ શકે છે.
સુપર વિઝા: વડીલોની રાહ ટૂંકી થઈ
પોતાના બાળકોને મળવા કેનેડા જવા ઈચ્છતા માતા-પિતા માટે પણ સારા સમાચાર છે.સુપર વિઝાના વેઈટિંગ પીરિયડમાં સીધો 20 દિવસનો ઘટાડો કરવામાં આવ્યો છે.
નિષ્ણાતનું માનવું છે કે: કેનેડા પોતાની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ આધુનિક અને ગતિશીલ બનાવી રહ્યું છે. જેથી બેકલોગ ઓછો કરી શકાય અને જેન્યુઈન મુસાફરોને વહેલી તકે પ્રવેશ મળી શકે.
Post Views: 51











