BCCIએ રાજસ્થાન રોયલ્સના મેનેજર સામે લીધા કડક પગલાં, ‘ફોન કાંડ’ બદલ ફટકારી સજા

રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડર તાજેતરમાં એક IPL મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જેના પર ઘણો વિવાદ થયો હતો અને તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી કાર્યવાહી કરતા ભિન્ડર પર દંડ ફટકાર્યો છે.સાથે જ તેમને કડક ચેતવણી પણ આપવામાં આવી છે કે આવું બીજી વાર ન કરે. જોકે, તેમની સાથે બેઠેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

BCCIએ રાજસ્થાન રોયલ્સના મેનેજર પર ફટકાર્યો દંડ

ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCIની એન્ટી કરપ્શન યુનિટ (ASCU) એ રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડરને પત્ર મોકલીને જાણ કરી છે કે તેમને ભ્રષ્ટાચારના કોઈપણ મામલામાં ક્લીનચીટ આપવામાં આવી છે. પરંતુ મેચ દરમિયાન ટીમના ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ તેમને ચેતવણી આપવામાં આવી છે અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

‘મને કોઈ પસ્તાવો નથી…’, હંસિકા મોટવાણીએ છૂટાછેડાના એક મહિના બાદ તોડ્યું મૌન, દિલની વાત કરી જાહેર

આ અગાઉ BCCIએ ભિન્ડરને ‘કારણ બતાવો’ નોટિસ ફટકારી હતી, પરંતુ હવે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ મામલે વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે ઘટના સમયે ભિન્ડરના ફોનની સ્ક્રીન પર જોતા જોવા મળ્યા હતા.

શું છે આખો મામલો?

હકીકતમાં, આ ઘટના 10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ દરમિયાન બની હતી. તે સમયે રાજસ્થાનની ટીમ બેટિંગ કરી રહી હતી. અને ડગઆઉટમાં બેઠેલા રોમી ભિન્ડર ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા. નિયમો મુજબ, ટીમ મેનેજરોને ફોન રાખવાની મંજૂરી છે.પરંતુ રમત દરમિયાન ડગઆઉટમાં તેનો ઉપયોગ કરવો સખત મનાઈ છે. આ કારણોસર આ ઘટનાની તપાસ બેસાડવામાં આવી હતી.

બાદમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ભિન્ડરે BCCI પાસેથી આ માટે પરવાનગી લીધી હતી કારણ કે તેમની તબિયત સારી ન હતી. IPL પહેલા તેઓ ફેફસાની બીમારીથી પીડાતા હતા. અને ICUમાં પણ રહી ચુક્યા હતા. આ જ કારણસર તેમને વારંવાર પોતાના ડોક્ટરના સંપર્કમાં રહેવું પડતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE