સ્તન કેન્સરના પ્રથમ સ્ટેજ પહેલા શરીર આપે છે આ 5 સંકેતો, ભૂલથી પણ ન કરો અવગણના

મોટાભાગની મહિલાઓમાં જોવા મળતું સ્તન કેન્સર જો સમયસર ઓળખાઈ જાય, તો તેની યોગ્ય સારવાર કરીને સમસ્યાને વધતી અટકાવી શકાય છે. ઘણીવાર મહિલાઓ સ્તન કેન્સરના શરૂઆતી લક્ષણો (Breast Cancer Symptoms) અને ચેતવણીરૂપ સંકેતોને સામાન્ય સમસ્યા સમજીને અવગણતી હોય છે. પરંતુ, આ કેન્સરની ઓળખ જેટલી વહેલી થાય અને સારવાર શરૂ કરવામાં આવે તેટલું વધુ સારું રહે છે.

અહીં જાણો સ્તન કેન્સરના વોર્ર્નિંગ સાઈન (Warning Signs) શું છે અને તેને પ્રથમ સ્ટેજમાં કેવી રીતે ઓળખી શકાય છે:

સ્તન કેન્સરના 5 મુખ્ય સંકેતો

  1. ગાંઠનો અનુભવ થવો: સ્તનની નીચે અથવા બગલના ભાગમાં ગાંઠ જેવું અનુભવાય. જો તમને હાથ અડાડતા સ્તનની આસપાસ કોઈ પણ પ્રકારની ગાંઠ લાગે, તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો.

  2. આકાર અને કદમાં ફેરફાર: જો સ્તનનો આકાર (Shape) કે કદ (Size) બદલાતો જણાય, તો તે સ્તન કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

  3. નિપલ્સમાંથી પ્રવાહી નીકળવું: જો કોઈ કારણ વગર નિપલ્સમાંથી પ્રવાહી અથવા લોહી જેવું પ્રવાહી નીકળતું હોય, તો આ ગંભીર સંકેત હોઈ શકે છે.

  4. દુખાવો અને સોજો: સ્તનમાં સતત દુખાવો રહેવો અથવા સોજો આવી જવો એ પણ કેન્સરનું એક લક્ષણ છે.

  5. ખંજવાળ આવવી: સ્તન પર સતત ખંજવાળ આવવી અથવા તેની ત્વચા પર પેચિસ (ડાઘા) દેખાવા લાગે તો સાવધાન થઈ જવું જોઈએ.

સ્તન કેન્સરના જોખમી પરિબળો (Risk Factors)

  • લિંગ: પુરુષોની સરખામણીમાં મહિલાઓને સ્તન કેન્સરનું જોખમ ઘણું વધારે હોય છે.

  • ઉંમર: 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે.

  • પારિવારિક ઇતિહાસ: જો પરિવારમાં માતા કે બહેનને બ્રેસ્ટ કેન્સર રહ્યું હોય, તો અન્ય મહિલાઓમાં તેનું જોખમ વધી જાય છે.

  • મેદસ્વીતા: શરીરમાં વધુ પડતી ચરબી અથવા સ્થૂળતા પણ કેન્સરનું જોખમ વધારે છે.

  • બેઠાડું જીવનશૈલી: શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને એક્ટિવ ન રહેવાથી કેન્સરનું જોખમ વધે છે.

  • વ્યસન: ધૂમ્રપાન અને દારૂનું વધુ પડતું સેવન કેન્સરને આમંત્રણ આપી શકે છે.

ડિસ્ક્લેમર (અસ્વીકરણ): આ માહિતી સામાન્ય જાણકારીના હેતુથી લખવામાં આવી છે. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અથવા ચિકિત્સકની મુલાકાત લેવી. કોઈ પણ લક્ષણ જણાય તો ઘરગથ્થુ ઉપચારના બદલે તબીબી તપાસ કરાવવી હિતાવહ છે.

Leave a Comment

READ MORE

READ MORE