જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, એક જ દિવસમાં 25 હજારથી વધુ ગુણીની આવક
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની ભારે આવક જોવા મળી રહી છે. ખેડૂતો દ્વારા એક જ દિવસમાં ૩૫૦ જેટલાં વાહનો મારફતે ૨૫ હજારથી વધુ ગુણી મગફળી યાર્ડમાં લાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. મગફળીની આ જબરદસ્ત આવકને ધ્યાનમાં રાખીને વહેલી સવારે ચાર વાગ્યાથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી.
મુખ્ય વિગતો અને બજારભાવ:
-
ખેડૂતોને પોષણક્ષમ ભાવ: મગફળીની આ આવક વચ્ચે ખેડૂતોને ઉત્તમ ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં ૯ નંબરની ઉચ્ચ ગુણવત્તાવાળી મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. ૨,૭૭૫ સુધી પહોંચ્યો હતો, જ્યારે ૬ નંબરની મગફળીનો ભાવ રૂ. ૨,૪০০ જેટલો નોંધાયો હતો. સારા ભાવ મળવાને કારણે ખેડૂતોમાં સંતોષની લાગણી છવાઈ છે.
-
યાર્ડ દ્વારા ખેડૂતોને અપીલ: મગફળીની આવકનું પ્રમાણ અતિશય વધી જવાના કારણે માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને હાલ પૂરતી મગફળી યાર્ડમાં ન લઈને આવવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને વાહનોની ભીડ નિયંત્રિત કરી શકાય.










