રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ; વિશ્વભરમાં કલેક્શન ₹૧,૫૦૦ કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’નો રેકોર્ડ બ્રેક

રામાયણનું વર્લ્ડ વાઈડ કલેક્શન 1500 કરોડને પાર, ભારતમાં ધૂરંધરનો રેકોર્ડ બ્રેક

દિગ્દર્શક નીતિશ તિવારીના નિર્દેશનમાં બનેલી અને રણબીર કપૂર સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ એ રિલીઝના માત્ર બે જ અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા મેળવીને બે મોટા સીમાચિહ્નો સર કરી લીધા છે. ફિલ્મે ભારતમાં ૧,૦૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જ્યારે વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન ₹૧,૫૦૦ કરોડના આંકડાને વટાવી ગયું છે.

બોક્સ ઓફિસ કલેક્શન અને સિદ્ધિઓની મુખ્ય વિગતો:

  • ૧૪મા દિવસની કમાણી: સેકનિલ્કના આંકડા મુજબ, રિલીઝના ૧૪મા દિવસે ‘રામાયણે’ દેશભરમાં ૨૨,૨૮૯ શો દ્વારા કુલ ₹૨૩.૨૦ કરોડની નેટ કમાણી કરી છે. ભાષાવાર કષ્ટ નજર કરીએ તો હિન્દીમાં ₹૧૬.૫૦ કરોડ, મલયાલમમાં ₹૨.૧૫ કરોડ, કન્નડમાં ₹૧.૬૫ કરોડ, તમિલમાં ₹૧.૬૦ કરોડ અને તેલુગુમાં ₹૧.૩૦ કરોડનું કલેક્શન નોંધાયું છે.

  • કુલ કલેક્શનના આંકડા: આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન ₹૧,૦૦૯.૦૫ કરોડ અને કુલ નેટ કલેક્શન ₹૮૪૪.૪૦ કરોડ પર પહોંચી ગયું છે. જ્યારે ઓવરસીઝ (વિદેશી બજારો) માંથી ૧૪મા દિવસે ₹૮.૦૦ કરોડની કમાણી સાથે વિદેશી કલેક્શન ₹૫૧૦.૦૦ કરોડ થયું છે. આમ, ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ ગ્રોસ કલેક્શન ₹૧,૫૧૯.૦૫ કરોડ થઈ ગયું છે.

  • ‘ધુરંધર’નો રેકોર્ડ તૂટ્યો: ૧૪મા દિવસની કમાણીના આંકડા સાથે ‘રામાયણે’ વર્ષ ૨૦૨૫ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ (જેણે ₹૮૪૦.૨૦ કરોડ નેટ કમાણી કરી હતી) ને પાછળ છોડી દીધી છે. જોકે, કમાણીની આ રેસમાં તે હજુ ‘પુષ્પા ૨’ અને ‘ધુરંધર ૨’ પછી બીજા સ્થાને છે.

  • ૨,૦0૦ કરોડ ક્લબ તરફ નજર: ભલે બીજા વીકેન્ડ બાદ વીકડેઝમાં કમાણીની રફતાર થોડી ધીમી પડી હોય, પરંતુ મલ્ટી-લેંગ્વેજ રિલીઝ અને વિદેશી બજારોના મજબૂત સપોર્ટને કારણે ફિલ્મ હવે ઓલ-ટાઈમ રેન્કિંગમાં ₹૨,૦૦૦ કરોડની ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

ગીર સોમનાથ: શિયાળાની શરૂઆત સાથે કોડીનાર પંથકનાં જળાશયો બન્યાં વિદેશી યાયાવર પક્ષીઓનું સ્વર્ગ; સોડવ અને બરડા બંધારા ખાતે ૪૦ જેટલી પ્રજાતિના લાખો પક્ષીઓનો કલરવ, પક્ષી અભયારણ્ય વિકસાવવાની માંગ

READ MORE

ગીર સોમનાથ: શિયાળાની શરૂઆત સાથે કોડીનાર પંથકનાં જળાશયો બન્યાં વિદેશી યાયાવર પક્ષીઓનું સ્વર્ગ; સોડવ અને બરડા બંધારા ખાતે ૪૦ જેટલી પ્રજાતિના લાખો પક્ષીઓનો કલરવ, પક્ષી અભયારણ્ય વિકસાવવાની માંગ