કોન્સ્ટેબલ વિશાલ જોષીને મળેલી બાતમીના આધારે રાજકોટથી ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગરલજિલ્લામાં મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ ઉકેલવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (S.O.G.) ટીમને મોટી સફળતા મળી છે. વઢવાણ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સચોટ બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીની ટીમ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિશાલ જોષીને ચોક્કસ બાતમી મળી હતી.
અને એક વર્ષથી ફરાર આરોપી સમંદરભાઈ રાજુભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૮, , રહે. વાંકાનેર નવસારી ચોકડી, તા. વાંકાનેર, જી. મોરબી) હાલ રાજકોટના સંતોષી નગર, રેલનગર ખાતે આવવાનો છે.
આ સચોટ બાતમીના આધારે તપાસ કરતા પોલીસે ઈસમને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ સમંદર રાજુભાઈ હોવાનું અને પોતે ગુનામાં ફરાર હોવાની કબૂલાત કરી હતી એસ.ઓ.જી. સુરેન્દ્રનગર દ્વારા મજકુર આરોપીની હસ્તગત કરી, વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.
બોક્સ
સફળ કામગીરીમાં પી.આઈ.બી.એચ. સિંગરખીયા, પી.આઈ. વી.પી. પટેલ, પી.એસ.આઈ.,એન.બી. રાયમા, પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, પી.એસ.આઈ. ઝેડ.એલ. ઓડેદરા,એ.એસ.આઈ.અનિરૂધ્ધસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલ જોષી, મહાવીરસિંહ રાઠોડ અને કપિલભાઈ સુમેરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.










