તારીખ મુજબ જિલ્લા વાઈઝ વરસાદનું એલર્ડ
-
૧૨ સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત ૨૩ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરાયું છે.
-
૧૩ સપ્ટેમ્બર: વરસાદનું જોર વધતાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડાંગ, ભરૂચ, સુરત, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
-
૧૪ સપ્ટેમ્બર: નવસારી, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી રહેશે. જ્યારે રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ સાથે એલર્ટ આપવામાં આવ્યું છે.
-
૧૫-૧૬ સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
મહત્વની સૂચનાઓ
-
પવન અને વીજળી: આગામી ૪ દિવસ દરમિયાન થન્ડરસ્ટોર્મ અને ૩૦ થી ૪૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થવાની શક્યતા છે.
-
માછીમારો માટે ચેતવણી: દરિયામાં કરંટ અને તેજ પવન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
-
તંત્ર સતર્ક: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા નદી-નાળામાં પૂરની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.











