શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભક્તો માટે 3 દિવસ દોડશે ગાંધીનગર અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ ટ્રેન

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે ૩ દિવસ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભગવાન દ્વારકાધીશના દર્શને જતા હજારો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ અને આરામદાયક બનશે.

ટ્રેનનું ટાઇમિંગ અને શેડ્યૂલ

  • સંચાલનની તારીખો: આ ટ્રેન ૩, ૪ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન બંને દિશામાં કાર્યરત રહેશે.

  • ગાંધીનગરથી દ્વારકા: રાત્રે ૮:૦૦ વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડીને બીજા દિવસે સવારે ૫:૫૦ વાગ્યે દ્વારકા પહોંચશે.

  • દ્વારકાથી ગાંધીનગર: સવારે ૬:૫૦ વાગ્યે દ્વારકાથી ઉપડીને સાંજે ૫:૦૦ વાગ્યે ગાંધીનગર પરત ફરશે.

મુખ્ય સ્ટોપેજ (રોકાણ)

આ સ્પેશિયલ ટ્રેનને બંને દિશામાં નીચે મુજબના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે:

  • ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE