હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી રાજ્યમાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
વરસાદના આંકડા અને ખાધ (૧ જૂનથી ૨ સપ્ટેમ્બર)
-
કુલ સરેરાશ વરસાદ: ૨ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ૫૧૪ મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ (૬૦૫ મિમી) કરતાં ૧૫ ટકા ઓછો છે.
-
ગુજરાત રીજિયન: આ ક્ષેત્રમાં કુલ ૭૯૪ મિમી વરસાદ નોંધાયો છે.
-
સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયન: આ ક્ષેત્રમાં કુલ ૨૯૨ મિમી વરસાદ નોંધાયો છે.
વર્તમાન સ્થિતિ
-
મોનસૂનની સ્થિતિ: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં મોનસૂનની પરિસ્થિતિ હાલ સામાન્ય સ્તરે જળવાઈ રહી છે.
Post Views: 0










