બનાસકાંઠા: ડીસાના પ્રાચીન સોનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી સોમવારે ભક્તોનો મહેરામણ ઉમટ્યો

બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામે આવેલા બનાસ નદીના કિનારે 700 વર્ષ જૂના પ્રાચીન સોનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પવિત્ર સોમવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

મંદિરનો ઈતિહાસ અને લોકવાયકા

  • મંદિર અને ગામની ઓળખ: આશરે 700 વર્ષ જૂના આ શિવાલયના કારણે જ ગામનું નામ ‘મહાદેવિયા’ પડ્યું હતું.

  • ‘સોનેશ્વર’ નામ પાછળની કથા: લોકવાયકા મુજબ, વર્ષો પહેલાં અહીં સાધુ-સંતો ગ્રંથ વાંચનમાં નિશાની તરીકે રાખેલું પીપળાનું પાન સોનાનું થઈ ગયું હતું, જેથી આ મંદિર સોનેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું.

  • ખેડૂતોની આસ્થા: સ્થાનિક ખેડૂતો વાવણી પહેલાં મહાદેવના આશીર્વાદ લે છે અને પાક તૈયાર થયા બાદ પ્રથમ ઊપજ શિવજીને અર્પણ કરવાની પરંપરા ધરાવે છે.

શ્રાવણી સોમવારની ઉજવણી

વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં આવીને ભગવાન ભોળાનાથના દર્શન, જળાભિષેક અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

ઘાંટવડની શૈક્ષણિક સિદ્ધિમાં વધુ એક ગૌરવનો ઉમેરો પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય મહેશભાઈ વાઢેરની જિલ્લા કક્ષાના બેસ્ટ આચાર્ય એવોર્ડ-2026 માટે પસંદગી નિષ્ઠા, કાર્યદક્ષતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની કામગીરીને મળ્યું સન્માન